ઓપરેશન સિંદૂર પર Rajnath Singhએ આપ્યું મોટું નિવેદન, કહી આ મોટી વાત

Defence Minister Rajnath Singh: ભારતે પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો છે. આ પછી ઓપરેશન સિંદૂર પર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનું મોટું નિવેદન આપ્યું છે. રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાન સમજી ગયું છે કે હવે નવું ભારત એક એવી શક્તિ છે જે પસંદગીપૂર્વક બદલો લઈ શકે છે.

આ પણ વાંચો: IPL 2025: શું મુંબઈ-પંજાબ વચ્ચેની મેચ ખસેડવામાં આવશે? બધું જાણો

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહી આ વાત
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાનને આપેલા જવાબને લઈને નિવેદન આપ્યું છે. સેનાએ નક્કી કરેલા લક્ષ્ય પર ચોક્કસ કાર્યવાહી હાથ ધરી હતી. જેમણે અમને માર્યા તેમને અમે મારી નાંખ્યા છે. પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સેનાએ યોગ્ય જવાબ આપ્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, “ભારતીય સેનાએ નિર્ધારિત લક્ષ્ય પર સચોટ કાર્યવાહી હાથ ધરી. જેમણે અમને માર્યા તેમને અમે મારી નાખ્યા છે. અમે આતંકવાદીઓના તાલીમ શિબિરોનો નાશ કર્યો છે.”