December 19, 2024

ખુશખબર…દીપિકા-રણવીર બનશે માતા-પિતા

મુંબઈ: બોલિવૂડના સૌથી ફેવરિટ કપલ્સમાંથી એક દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે આખરે તેમના ફેન્સને ખુશખબર આપી છે. દીપિક પાદુકોણ અને રણવીર સિંહ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચાહકોને બાળકના આગમનનો મહિનો પણ જણાવ્યો છે.

દીપિકા પાદુકોણ માતા બનવા જઈ રહી છે, અને તે સપ્ટેમ્બરમાં બાળકને જન્મ આપશે. એટલે કે રણવીર સિંહ અને દીપિકા ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. દીપિકાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં ચાહકો સાથે ખુશખબર શેર કરી છે. છેલ્લા બે મહિનાથી અભિનેત્રીના પ્રેગ્નન્સીના સમાચાર હતા અને હવે તેણે તેની પુષ્ટિ કરી છે. દીપિકાએ આ ખુશખબર શેર કરતાની સાથે જ તેને અભિનંદન પાઠવતા લોકો પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે.

દીપિકાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડિલિવરી ડેટની જાણકારી આપી હતી. પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરતી વખતે તેણે લખ્યું કે બાળકનો જન્મ સપ્ટેમ્બર 2024માં થશે. દીપિકાની આ પોસ્ટને થોડી જ મિનિટોમાં લાખો વ્યૂ અને કોમેન્ટ્સ મળી ચુકી છે. સેલેબ્સ પણ તેમને જોરદાર અભિનંદન આપી રહ્યા છે.

આ રીતે દીપિકાની પ્રેગ્નન્સીની ચર્ચા શરૂ થઈ
થોડા અઠવાડિયા પહેલા એક રિપોર્ટ આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે દીપિકા પાદુકોણ ગર્ભવતી છે. તે અને રણવીર સિંહ ટૂંક સમયમાં તેમના પ્રથમ બાળકના માતા-પિતા બનશે. આ પછી, જ્યારે દીપિકાએ બાફ્ટા એવોર્ડ્સમાં હાજરી આપી ત્યારે તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં ફેન્સ દીપિકાના બેબી બમ્પને જોયો હતો. આ પછી ચર્ચાએ જોર પકડ્યું કે દીપિકા ખરેખર ગર્ભવતી છે. જોકે, અભિનેત્રી અને તેના પતિ રણવીરે તે સમયે કંઈ કહ્યું ન હતું. પરંતુ હવે દીપિકાએ અનોખા અંદાજમાં પ્રેગ્નન્સીના સમાચાર જાહેર કર્યા છે.