June 28, 2024

Deepfake: મુકેશ અંબાણીના ડિપફેક વીડિયો દ્વારા ડોક્ટર સાથે છેતરપિંડી

Mukesh Ambani Deepfake Video: દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ડીપફેક વીડિયોની મદદથી ડોક્ટર સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ મામલો મુંબઈનો છે જ્યાં એક ડૉક્ટરને મુકેશ અંબાણીના ડીપફેક વીડિયોની મદદથી ઊંચું વળતર મેળવવા માટે શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપવામાં આવી હતી અને આ છેતરપિંડીમાં ડૉક્ટરે સાત લાખ રૂપિયા ગુમાવ્યા હતા. મુંબઈ પોલીસનું કહેવું છે કે 15-17 એપ્રિલની વચ્ચે ‘શેર માર્કેટ કૌભાંડ’માં 54 વર્ષીય ડૉક્ટરે રૂ. 7 લાખથી વધુ ગુમાવ્યા બાદ આઈપીસીની કલમ 419, 420 અને આઈટી એક્ટની કલમ 66(ડી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો
મુંબઈના અંધેરીમાં રહેતા આયુર્વેદિક ડૉક્ટર કે કે એચ પાટીલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો જોયો હતો. આ વીડિયોમાં મુકેશ અંબાણીને ડીપફેક ટેક્નોલોજીની મદદથી બતાવવામાં આવ્યા હતા. વીડિયોમાં રાજીવ શર્મા ટ્રેડ ગ્રુપ નામની કંપનીની શાખા BCF ઇન્વેસ્ટમેન્ટ એકેડમીની મદદથી શેરમાં રોકાણ પર ઊંચા વળતરનો દાવો કરવામાં આવ્યો હતો. ભ્રામક વીડિયો જોયા બાદ ડો. પાટીલ પ્રભાવિત થયા અને ઉલ્લેખિત કંપનીનો સંપર્ક કર્યો હતો. જે બાદ એપ્રિલમાં મહિલા ડોક્ટર પાસેથી 16 અલગ-અલગ બેંક ખાતામાં 7.1 લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. ડૉક્ટરને બદલામાં 30 લાખ રૂપિયા આપવાની લાલચ આપવામાં આવી હતી પરંતુ જ્યારે ડૉક્ટરે પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને તેની સાથે કરવામાં આવેલી છેતરપિંડી વિશે ખબર પડી. આ પછી તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો: Reelsનું ઘેલું લાગ્યું અને યુવતી બિલ્ડીંગ પર લટકી ગઈ, ક્રેઝી VIDEO થઈ રહ્યો છે વાયરલ

પોલીસે FIR નોંધી
મુંબઈની ઓશિવારા પોલીસે આ મામલામાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે. મુંબઈ પોલીસનું કહેવું છે કે 15-17 એપ્રિલની વચ્ચે ‘શેર માર્કેટ કૌભાંડ’માં 54 વર્ષીય ડૉક્ટરે રૂ. 7 લાખથી વધુ ગુમાવ્યા બાદ આઈપીસીની કલમ 419, 420 અને આઈટી એક્ટની કલમ 66(ડી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ડૉક્ટરનો આરોપ છે કે તેણે ઈન્સ્ટાગ્રામ પર ઈન્સ્ટાગ્રામ પર ઈન્વેસ્ટમેન્ટ વિશે ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ મુકેશ અંબાણીની ડીપફેક રીલ જોઈ અને તેનાથી પ્રભાવિત થઈ ગઈ. એવો આરોપ છે કે ડૉક્ટરને એક લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવ્યો હતો, નફાની ખાતરી આપવામાં આવી હતી, એક એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું હતું અને વિવિધ ખાતાઓમાં પૈસા જમા કરાવ્યા હતા.