DC vs RR: મેચ જીતીને દિલ્હી કેપિટલ્સની પ્લેઓફની આશા જીવંત
IPL 2024: દિલ્હી કેપિટલ્સ ટીમે રાજસ્થાન રોયલ્સને 20 રનથી હરાવી દીધું છે. જેના કારણે હજૂ પણ દિલ્હી કેપિટલ્સ ટીમની આશા જીવંત છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જત્યો હતો. જેમાં તેણે બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગઈ કાલની મેચમાં જીત થતાં દિલ્હી કેપિટલ્સને એક સ્થાનનો ફાયદો થયો છે.
એક સ્થાનનો ફાયદો થયો
ગઈ કાલની મેચમાં દિલ્હીની ટીમની જીત થઈ છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે આગળ જઈને ખોટો સાબિત થયો હતો. દિલ્હી કેપિટલ્સે રાજસ્થાનને જીતવા માટે 221 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં રાજસ્થાને 201 રન બનાવ્યા હતા. દિલ્હીની ટીમે 12 મેચમાંથી 6 મેચમાં જીત મેળવી લીધી છે. સ્થાનની વાત કરવામાં આવે તો દિલ્હીની ટીમ હવે 5માં સ્થાન પર પહોંચી ગઈ છે.
આ પણ વાંચો: IPL 2024: KKR સામે હાર્યા બાદ KL રાહુલે કહી આ વાત
શરૂઆત ખરાબ રહી
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સે ઇનિંગ્સના બીજા બોલ પર યશસ્વી જયસ્વાલ (04)ની વિકેટ ગુમાવી હતી. કેપ્ટન સંજુ સેમસન શરૂઆતથી જ સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. પાવર પ્લેમાં રોયલ્સે બે વિકેટે 67 રન બનાવ્યા હતા. સંજુ સેમસને 28 બોલમાં કુલદીપને ફ્રી હિટ પર સિક્સર વડે પોતાની અડધી સદી પૂરી કરી હતી. સંજુ સેમસન સિવાય અન્ય કોઈ બેટ્સમેન ટીમ માટે મોટી ઈનિંગ રમી શક્યો નહોતો. રિષભ પંત માત્ર 15 રન બનાવી શક્યો હતો. ગુલબદ્દીન નાયબે 19 રન બનાવ્યા હતા. રોયલ્સ માટે અશ્વિન સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 24 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.