DC vs RCB:કોહલી અને રાહુલ વચ્ચે મેદાનમાં કેમ થઈ બોલાચાલી? વીડિયો વાયરલ

Kohli-Rahul Fight: દિલ્હી અને બેંગ્લોરની મેચ ગઈ કાલે હતી. આરસીબીની ટીમનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું. બેંગ્લોરે દિલ્હીને તેના હોમગ્રાઉન્ડ પર હાર આપી હતી. કોહલી અને કૃણાલ પંડ્યાનું કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું હતું. મેચ સમયે બેટિંગ કરતી વખતે વિરાટ અચાનક કેએલ રાહુલ પર ગુસ્સે થઈ ગયો હતો. આ સમયનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: ભારત પોતાના જ લોકોને મારી નાખે છે: ક્રિકેટર શાહિદ આફ્રિદી

કોહલી અને રાહુલ વચ્ચે થઈ બોલાચાલી
આ મેચમાં કોહલી અને રાહુલ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વિરાટ બેટિંગ કરતો જોવા મળે છે આ પછી તે કેએલ રાહુલને પાછળ મળવા જાય છે. વિરાટના ચહેરા પર નારાજગી જોવા મળી રહી હતી. રાહુલ વિરાટને કંઈ સમજાવવા માટે પ્રયાસ કરી રહ્યો હતો. જોકે વિરાટે રાહુલની કોઈ વાત માની ના હતી. ગુસ્સામાં પછી વિરાટ ક્રીઝ પર જતો રહે છે. આ સમયનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.