DC vs LSG વચ્ચે આજે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ

DC vs LSG Pitch Report: આજે DC vs LSG વચ્ચે મુકાબલો. આ વખતે લખનૌની કમાન દિલ્હીના ભૂતપૂર્વ કેપ્ટન પંતના હાથમાં છે તો બીજી બાજૂ દિલ્હીની કમાન અક્ષર પટેલના હાથમાં છે. ત્યારે આવો જાણીએ પિચ રિપોર્ટ.
વિશાખાપટ્ટનમની પિચ કેવી રમે છે?
દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેનો રોમાંચક મુકાબલો જોવા મળશે. આ મેચનું આયોજન વિશાખાપટ્ટનમમાં કરવામાં આવ્યું છે. આ મેદાનની પિચ કાળી માટીથી તૈયાર કરવામાં આવી છે. જે બેટ્સમેન અને બોલર બંનેને મદદ કરે છે. શરૂઆતની ઓવરોમાં ઝડપી બોલરને ઘણી મદદ મળે છે. આ પછી બેટ્સમેન પિચ પર પ્રભુત્વ ધરાવે છે. સ્પિન બોલરો પણ પોતાનો સ્પિન જાદુ ચલાવે છે. આનો મલતલ એ થયો કે આજની મેચમાં શાનદાર મેચ જોઈ શકશે.
આ પણ વાંચો:આજે DC vs LSGનો આમનો-સામનો, જાણો બંને ટીમ વચ્ચેનો હેડ ટુ હેડ રેકોર્ડ
આંકડા શું કહે છે?
વિશાખાપટ્ટનમ અત્યાર સુધીમાં ટોટલ 15 મેચ રમાઈ હતી. જેમાં બેટિંગ કરનારી ટીમે 8 મેચ જીતી છે અને રનનો પીછો કરનારની ટીમે 7 મેચમાં જીત પ્રાપ્ત કરી છે. ટોસનો આ મેદાન પર કોઈ ખાસ પ્રભાવ પડતો નથી. દિલ્હી અને લખનૌ વચ્ચેની મેચમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થઈ શકે છે.