DC vs LSGનો આજે મહામુકાબલો, પંત આજે તેની જૂની ટીમ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે

DC vs LSG, IPL 2025: દિલ્હી કેપિટલ્સનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સાથે આજે થવાનો છે. આ બંને ટીમ વચ્ચે IPLમાં અત્યાર સુધીમાં પાંચ મેચ રમાઈ છે. જેમાંથી 3 મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે ત્રણ મેચ જીતી છે. આજથી મેચનું આયોજન વિશાખાપટ્ટનમના વાયએસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે. ભારતીય સમય પ્રમાણે આ મેચ સાંજે 7.30 વાગ્યાથી રમાશે. આ મેચમાં તમામની નજર પંત અને રાહુલ પર રહેશે.
બધાની નજર પંત અને રાહુલ પર રહેશે
આ મેચમાં બધાની નજર પંત અને રાહુલ પર રહેવાની છે. પંત ગત સિઝનમાં દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો. મોટી વાત તો એ છે કે પંતને IPL 2025 મેગા ઓક્શનમાં LSG એ 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બીજી બાજૂ મોટી વાત એ છે કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પંતનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ તેને એક પણ મેચ રમવાનો મોકો મળ્યો ના હતો. કેએલ રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સ છોડીને દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયા છે. દિલ્હીની ટીમે ઓલરાઉન્ડર અક્ષર પટેલને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે, પરંતુ બેટિંગમાં રાહુલની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. દિલ્હીની ટીમમાં બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસ પણ રહેશે. તે ગયા વર્ષ સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નું નેતૃત્વ કરી રહ્યા હતા. દિલ્હીની ટીમે આ વખતે તેને ઉપ-કપ્તાન બનાવ્યો છે. દિલ્હીની ટીમ જોકે મજબૂત લાગી રહી છે. કારણ કે ટીમમાં વિદેશી ખેલાડીઓનો પણ સમાવેશ વધારે કરાયો છે. લખનૌની ટીમમાં ખાલી 6 ખેલાડી જ વિદેશી ખેલાડી છે.
આ પણ વાંચો: IPL 2025: ઈશાન કિશનનું જોરદાર કમબેક, માત્ર 45 બોલમાં સદી ફટકારી
દિલ્હી કેપિટલ્સ ટીમ: ડોનોવન ફેરેરા, અભિષેક પોરેલ (વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ (વિકેટકીપર), સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), જેક ફ્રેઝર-મેકગર્ક, કરુણ નાયર, ફાફ ડુ પ્લેસિસ,આશુતોષ શર્મા, દર્શન નાલકંડે, વિપ્રજ નિગમ, અજય મંડલ, મનવંત કુમાર, ત્રિપુરાણા વિજય, માધવ તિવારી, મિશેલ સ્ટાર્ક, ટી. નટરાજન, મોહિત શર્મા, મુકેશ કુમાર, દુષ્મન્તા ચમીરા, કુલદીપ યાદવ
લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ:મિશેલ માર્શ, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, યુવરાજ ચૌધરી, પંત (કેપ્ટન/વિકેટકીપર), ડેવિડ મિલર, એડન માર્કરામ, આર્યન જુયાલ, હિંમત સિંહ, મેથ્યુ બ્રીટ્ઝકે, નિકોલસ પૂરન (વિકેટકીપર), રાજવર્ધન હંગરગેકર, અર્શીન કુલકર્ણી, આયુષ બદોની, અવેશ ખાન, આકાશ દીપ, એમ સિદ્ધાર્થ, દિગ્વેશ સિંહ, આકાશ સિંહ, શમર જોસેફ, પ્રિન્સ યાદવ, મયંક યાદવ, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ.