July 1, 2024

T20 World Cup 2024: આ ખેલાડી હવે ઈન્ટરનેશનલ ક્રિકેટની જર્સીમાં નહીં દેખાય!

David Warner International Retirement: T20 વર્લ્ડ કપમાં સુપર 8 મેચ પુર્ણ થઈ ગઈ છે. ચાર ટીમોએ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે. ખાસ વાત તો એ છે કે હાલમાં ODI વર્લ્ડ કપની ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા ફરી એકવાર T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે આ ટીમ ICC ટેસ્ટ ચેમ્પિયનશિપની વિજેતા પણ છે. પણ આ વખતની મેચમાં કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું ના હતું. આ ટીમને બદલે બીજી ઘણી ટીમનું પ્રદર્શન જોરદાર જોવા મળ્યું હતું. આ ટીમના ખેલાડી ડેવિડ વોર્નરે આંતરરાષ્ટ્રીય જર્સીમાં તેની છેલ્લી મેચ રમી છે.

કરિયર પૂરી થઈ ગઈ છે
ડેવિડ વોર્નરની લગભગ 15 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દી હવે પુર્ણ થઈ ગઈ છે. વર્ષ 2023માં જ્યારે ભારતમાં ODI વર્લ્ડ કપ રમાણો હતો આ સમયે તેણે જાહેરાત કરી હતી કે આ તેની છેલ્લી ODI ટૂર્નામેન્ટ હશે. જેના કારણે ઓસ્ટ્રેલિયન ટીમે વર્લ્ડ કપ જીત્યો અને આ સાથે ડેવિડ વોર્નરની વન-ડે કારકિર્દીનો અંત આવ્યો હતો. તે બાદ જાન્યુઆરીમાં રે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ હતી. ડેવિડ વોર્નરે આ સમયે પણ તેની છેલ્લી ટેસ્ટ રમી હતી. એક અંદાજ પ્રમાણે ડેવિડ વોર્નર કદાચ T20 ઈન્ટરનેશનલ મેચમાં જોવા મળશે નહીં.

આ પણ વાંચો: આજે ઓસ્ટ્રેલિયા માટે અસ્તિત્વની તો ભારત માટે બદલાની ‘લડાઈ’

ભારત સામે જ રમી
ગઈ કાલે ભારત સામે રમાયેલી મેચમાં જ્યારે ડેવિડ વોર્નર આઉટ થઈને પરત ફર્યો હતો તે સમયે તેણે કદાચ અનુમાન લગાવ્યું હશે કે તે છેલ્લી વખત ઓસ્ટ્રેલિયાની જર્સીમાં રમ્યો છે. ડેવિડ વોર્નરે પોતાનો દરવાજો ચોક્કસ ખુલ્લો રાખ્યો છે. તેમણે કહ્યું કે જો ઓસ્ટ્રેલિયાને તેની જરૂર પડશે તો તે આવતા વર્ષે યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં વાપસી કરશે. પણ આવું થશે કે નહીં તે નક્કી નહીં. એક અંદાજ પ્રમાણે તે હવે લીગ જ રમી શકે છે.