September 15, 2024

જે મહિલા ખેલાડીએ વિરાટ કોહલીને પ્રપોઝ કર્યું હતું તેણે કર્યા હવે આ છોકરી સાથે લગ્ન

Virat Kohli And Danielle Wyatt: ભારતીય ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીના દેશમાં તો ચાહકો છે, પરંતુ તેની સાથે વિદેશમાં પણ એટલા જ ચાહકો છે. વિરાટે પોતાની શાનદાર બેટિંગના કારણે ક્રિકેટની દુનિયામાં પોતાનું એક ખાસ સ્થાન બનાવી લીધું છે. કોહલીએ પોતાની જોરદાર બેટિંગથી ટીમ ઈન્ડિયાને ઘણી વખત મુશ્કેલ મેચને પણ આસાન કરીને જીત અપાવી છે.

વિરાટ કોહલીને પ્રપોઝ કર્યું હતું
ડેનિયલ વેટે વર્ષ 2014માં ટ્વિટ કરીને ભારતના વિરાટ કોહલીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. બાદમાં એક મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે તે ખાલી આ માત્ર મજાક હતી. આ પછી વર્ષ 2017માં જ્યારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લગ્નના અતૂટ બંધનમાં બંધાયા ત્યારે ડેનિયલ વેટે ટ્વિટ કરીને બંનેને શુભેચ્છા પાઠવી હતી. ડેનિયલ વેઈટે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની તસવીરો પોસ્ટ કરી છે. કેબેઝ ફૂટબોલ ક્લબના વડા જ્યોર્જ હોજ સાથે લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Danielle Wyatt (@danniwyatt28)

ત્રણેય ફોર્મેટ રમ્યા
ઈંગ્લેન્ડની સ્ટાર મહિલા ક્રિકેટર ડેનિયલ વેઈટ તેની જોરદાર બેટિંગ માટે જાણીતી છે. ઈંગ્લેન્ડ મહિલા ક્રિકેટની ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. તે ફ્રેન્ચાઈઝી ક્રિકેટ પણ ઘણું રમે છે. ડેનિયલ વેઈટે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ માટે 112 ODI મેચમાં 1907 રન બનાવ્યા છે.