June 30, 2024

‘દંગલ ગર્લ’ ઝાયરા વસીમ પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો, પિતાનું નિધન

ઝાયરા વસીમના પિતા ઝાહિદ વસીમનું અવસાન થયું છે.

Zaira Wasim Father Death: ‘દંગલ’ અને ‘સિક્રેટ સુપરસ્ટાર’ જેવી ફિલ્મોથી પ્રખ્યાત થયેલી ઝાયરા વસીમ પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તેના પિતા ઝાહિદ વસીમનું અવસાન થયું છે. જેની જાણકારી તેને પોતે સોશિયલ મીડિયા પર આપી હતી અને તેમને પોતાના માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. પૂર્વે એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામમાં એક નોટ શેર કરી છે. સાથે જ એક પોસ્ટ પણ કરી છે, જેમાં તે પોતાના પિતા સાથે નજર આવી રહી છે.

ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ઝાયરા વસીમે નોટમાં લખ્યું હતું,‘મારા પિતા ઝાહિદ વસીમનું નિધન થયું છે. હું તમામ લોકોને અનુરોધ કરૂ છું કેસ કેઓ પોતાની પ્રાર્થનમાં તેમને યાદ રાખે અને તેમના માટે અલ્લાહ પાસે ક્ષમા માગે. કૃપા કરીને પ્રાર્થના કરો કે અલ્લાહ તેમની ઉણપોને માફ કરી દે. તેમને જન્નતમાં ઊંચુ સ્થાન આપે’.

 

View this post on Instagram

 

A post shared by Zaira Wasim (@zairawasim_)

ઝાયરા વસીના પિતાનું નિધન
તેણે પોતાના પિતા સાથે એક પ્રેમભરી તસવીર પણ પોસ્ટ કરી છે અને તેમના નિધન પર એક ભાવુક નોટ લખી છે. ઝાયરાએ લખ્યું,‘ખરેખરમાં આંખોમાંથી આસુ નિકળી રહ્યા છે પરંતુ અમે તે નહીં કરીએ જે આપણા ભગવાનને પસંદ નથી. મારા પિતા ઝાહિદ વસીમનું નિધન થઇ ગયું છે.

આ પણ વાંચો: IND vs PAK મેચ પર આતંકીઓની નજર, T20 World Cup 2024ની શરૂઆત પહેલા જ ધમકી

ઝાયરા વસીમને મળ્યો હતો નેશનલ એવોર્ડ
ઝાયરા વસીમને 64માં ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો અને તેના પિતાને આ સન્માનની જાણકારી જ ન હતી આખરે આ હોય છે શું. ઝાયરાએ તેમને 2 કલાક સુધી સમજાવ્યું હતું અને તેઓને લાગ્યું કે આને જીતવું કોઇ મોટી વાત નથી. આ અંગે એક ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે ખુલાસો કર્યો હતો. જોકે જ્યારે અભિનેત્રીને આ સન્માન મળ્યું ત્યારે તેના પરિવારજનોને ગર્વની અનુભૂતિ થઇ હતી.