ડાંગમાં ચાલતા 30 જેટલા ડેમના કામમાં પથ્થરોનો ઉપયોગ, પ્રથમ ચોમાસે જ ધોવાય તેવી આશંકા

ડાંગઃ પાણીની વિકટ પરિસ્થિતિને દૂર કરવા માટે સરકાર દ્વારા 82 કરોડના ખર્ચે ડાંગ જિલ્લામાં 30 જેટલા ચેકડેમ બનાવવામાં આવી રહ્યા છે. જ્યાં આહવા નજીક બોરખલ ગામ નજીક ચાલતા ચેકડેમના ઇજારદાર દ્વારા ખબર નહીં કઈ ટેકનોલોજી વાપરી છે કે ચેકડેમમાં કોંકિટની જગ્યાએ પથ્થરો નાંખી બાંધકામ કરતા જોવા મળ્યા હતા.
ડાંગ જિલ્લામાં 82 કરોડના ખર્ચે 30 જેટલા ડેમો બની રહ્યા છે. આ ચેક ડેમો બનવવા પાછળનો મુખ્ય આશય પાણીનો સંગ્રહ કરવાનો અને મહ્દઅંશે લોકોને પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવાનો છે. પરંતુ ભ્રષ્ટ એજન્સી દ્વારા આ ચેકડેમ બનવવા માટે મોટા પથ્થરો નાંખવામાં આવતા હતા. આ ચેકડેમ પ્રથમ ચોમાસે ધોવાઈ જાય તો તેવી શંકા છે, સરકારની કરોડોની યોજના ઉપર કોન્ટ્રક્ટર દ્વારા પાણી ફેરવી દેવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યાં સ્થાનિક ધારાસભ્યએ તમામ કોન્ટ્રાકટરો અને અધિકારીઓને ફરી એકવાર ચેતવણી આપી છે. બીજી તરફ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે ડાંગ જિલ્લામાં ભય વગરનો ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપ કર્યા છે.