December 12, 2024

2 કલાકમાં દાના વાવાઝોડાનું લેન્ડફોલ શરૂ થશે, બપોર સુધીમાં નબળું પડે તેવી શક્યતા

Courtesy - windy.com

કોલકાતાઃ બંગાળની ખાડીમાં દાના વાવાઝોડું સક્રિય છે. ત્યારે હાલ વાવાઝોડું 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. સવારે 5.30 કલાકે વાવાઝોડું ધમારાના ઉત્તર-પશ્ચિમમાં લગભગ 20 કિમી દૂર હતું. ભીતરકણિકાના ઉત્તર-પશ્ચિમમાં 40 કિમી દૂર હતું. ત્યારે આગામી 2 કલાકમાં ચક્રવાતની પૂંછડીનો ભાગ જમીન પર અથડાય તેવી શક્યતા છે. આ ઉપરાંત બપોર સુધીમાં ચક્રવાત નબળું પડે તેવી શક્યતા છે.

વાવાઝોડાની પૂંછડી જમીન સાથે અથડાશે ત્યારથી લેન્ડફોલની પ્રકિયા ચાલુ થશે. લેન્ડફોલની પ્રક્રિયા આગામી 1-2 કલાક સુધી ચાલુ રહેશે. વાવાઝોડું ઉત્તર ઓડિશામાં લગભગ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે. 25મી ઓક્ટોબરના રોજ બપોર સુધીમાં ચક્રવાત વાવાઝોડામાં નબળું પડે તેવી શક્યતા છે.