October 24, 2024

દિવાળીમાં મગની દાળમાંથી બનાવો દહીં વડા, આ રહી મસ્ત રેસીપી

Moong Dal Dahi Vada Recipe: દિવાળીના સમયમાં રોજ આપણે નવી નવી વાનગીઓ બનીને ખાઈએ છીએ અને તહેવારી ઉજવણી કરીએ છીએ. આજે અમે તમારા માટે દિવાળીના સમયમાં બનાવી શકાય તે વાનગીની રેસીપી લઈને આવ્યા છીએ. અમે તમને જે રેસીપીની વાત કરી રહ્યા છીએ તે છે મગની દાળમાંથી દહીં વડા.

મૂંગ દાળ દહીં વડા રેસીપી
દહીં વડા બનાવવા માટે 1 વાટકી મગની દાળ લેવાની રહેશે. તેમાં તમારે 2 ચમચી અડદની દાળ નાંખવાની રહેશે. તેને આખી રાત સુધી પલાળીને રાખો. દહીં વડા બનાવવા માટે તમારે ફોતરા વગરની દાળનો ઉપયોગ કરવાનો રહેશે. આ પછી સવારે તમારે તેને ધોઈને મિક્સરમાં પાણી વગર પીસી લેવાનું રહેશે. જો તમને વધારે હાર્ડ દેખાઈ છે તો તમારે 1 ચમચી પાણી મિક્સ કરવાનું રહેશે.

આમલીની ચટણી આ રીતે બનાવો
મગની દાળને પીસી લીધા પછી તમારે તેમાં થોડું મીઠું નાંખવાનું રહેશે. એક કડાઈમાં તેલ ગરમ કરો. આ પછી તમારે તેમાં ગોળ આકારમાં મૂકવાના રહેશે. આ પછી તેને કાઢી લો. તૈયાર છે તમારા વડા. હવે તમારે આમલીની ચટણી બનાવવા માટે તૈયાર કરો તમામ સામગ્રી. ચટણી માટે 3-4 ચમચી કેરીનો પાઉડર પાણીમાં ભેળવીને કડાઈમાં ઉકાળવા રાખો. હવે તમારે તેમાં ગોળ નાંખવાનો રહેશે. ચટણીમાં કાળું મીઠું, લાલ મરચું અને શેકેલી મરી નાંખવાની રહેશે. તો તૈયાર છે આમલીની ચટણી.

દહીં વડા માટે દહીં કેવી રીતે તૈયાર કરવું?
તાજું દહીં લો અને તેમાં 1-2 ચમચી પાણી ઉમેરવાનું રહેશે. આ પછી તમારે દહીંને સારી રીતે ફેટી લેવાનું રહેશે. જો તમે ઈચ્છો તો દહીંમાં 2 ચમચી ખાંડ પણ ઉમેરી શકો છો. જો તમને ખાટું દહીં ખાવું પસંદ નથી તો તમે સાદું દહી પણ લઈ શકો છો.

આ પણ વાંચો: દિવાળીમાં બનાવો આ મીઠાઈઓ, આ રહી મસ્ત રેસીપી

દહીં વડા કેવી રીતે પીરસો?
દહીં વડા પીરસવા માટે તમારે પાણીમાંથી 2 વડા કાઢો. હવે તમારે તેની ઉપર દહીં ઉમેરવાનું રહેશે. તેની ઉપર મીઠી ચટણી અને પછી લીલી ચટણી નાંખવાની રહેશે. આ પછી હવે તમારે તેમાં શેકેલું જીરું, એક ચપટી લાલ મરચું નાંખવાનું રહેશે. તમને ખાવામાં પસંદ હોય તે પ્રમાણે તમારે નમક નાંખવાનું રહેશે. તમે ખટાશ, મિઠાસમાં વધારો કે ઘટાડો કરી શકો છો.