તંત્રના પાપે દાહોદના નેશનલ હાઇવેનાં હાલ ‘બેહાલ’, ઠેર ઠેર મસમોટા ખાડાં!
નીલુ ડોડિયાર, દાહોદઃ ઝાલોદથી દાહોદને જોડતો નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં છે. ત્યારે દાહોદ જિલ્લો આંતરરાજ્ય બોર્ડરોને જોડતો જિલ્લો છે. ત્યારે થોડા વર્ષો પહેલાં બનાવેલા નેશનલ હાઈવે NH 56 હાલમાં બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે.
દાહોદ જિલ્લો સરહદી વિસ્તાર ધરાવતો જિલ્લો છે. દાહોદ જિલ્લો આંતરરાજ્ય બોર્ડરોને જોડતો જિલ્લો છે. ત્યારે થોડાં વર્ષો પહેલા બનાવેલો નેશનલ હાઈવે NH 56 અત્યારે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ હાઇવે ઝાલોદથી દાહોદને જોડતો હાઇવે ગણવામાં આવે છે. ત્યારે આ હાઈવે માત્ર નામનો જ હાઈવે રહી ગયો હોય તેવું લાગી રહ્યું છે. આ હાઇવે પર માત્ર મોટા મોટા ખાડાઓ જોવા મળે છે અને ડમરીઓ જોવા મળે છે. આખા હાઇવે પર મસમોટા ખાડા પડી જવાથી હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોને ખૂબ જ હાલાકી પડી રહી છે અને અવારનવાર વાહનોને પણ નુકસાન થતા હોય છે.
મોટાં ખાડા પડી જવાથી કેટલાક લોકો અકસ્માતનો શિકાર પણ બન્યા છે. ઇમર્જન્સી સેવાઓ પણ અમુક વખત ખોરવાય છે ત્યારે આ હાઇવે શા માટે બિસ્માર છે અને શા માટે આનું રીપેરીંગ કરવામાં આવતું નથી, તે મોટો પ્રશ્ન છે. ન્યૂઝ કેપિટલની ટીમ જ્યારે બિસ્માર હાઈવે પર પહોંચી ત્યારે હાઇવે પર મસમોટાં ખાડાં જોવા મળ્યા હતા અને રોડના સાઈડ પર ડમરીઓ જોવા મળી હતી.
ટોલ ઓથોરિટી દ્વારા વાહનચાલકો પાસેથી હાઇવે દ્વારા પાંચથી 20 રૂપિયા સુધીનો ભાવ વધારો ઝીંકાયો છે, પરંતુ વાહનચાલકોને સારો રોડ મળતો નથી. અવારનવાર આવા ભંગાર રસ્તા પરથી જ લોકોને પસાર થવું પડે છે. ત્યારે રોડની આવી દુર્દશા પાછળ કોણ જવાબદાર છે તે માટે લોકો પ્રશ્નો કરી રહ્યા છે. ત્યારે તંત્ર શા માટે કામ કરી રહ્યું છે તે સમજાતું નથ. આ રસ્તો બને તેમ વહેલી તકે રિપેરીંગ કરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે. આ નેશનલ હાઇવેના સમારકામના નામે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા માત્ર માટી દ્વારા સમારકામ કરવામાં આવે છે. માટીથી કરેલું સમારકામ કેટલું યોગ્ય તે પણ એક મોટો સવાલ ઉભો થવા પામ્યો છે.
અગાઉ પણ આ નેશનલ હાઇવેનું નેશનલ હાઇવે ઓથોરિટી તેમજ DYSP સહિત પોલીસ સ્ટાફ અને RTO વિભાગ દ્વારા અકસ્માત તેમજ ખાડાઓને લઈને સરવે કરવામાં આવ્યું હતું. પરંતુ તે સરવે પણ પાણી ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે. લોકોને સરવેના નામે મીંડું બતાવાયું છે. ના કોઈ ખાડા ભરાયાં તેમજ ના કોઈ અકસ્માત રોકાયાં. જેથી સરવે પણ પાણી ફરયુ તેવું વર્તાઈ રહ્યું છે.