દાહોદ LCBની મોટી કાર્યવાહી, 9 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો

નીલુ ડોડિયાર, દાહોદઃ જિલ્લા LCB પોલીસે લીમડી-દાહોદ રોડ ખાતેથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ લીમડી વિસ્તારમાં હોળી તહેવાર અન્વયે પેટ્રોલિંગ પર હતા. તે દરમિયાન તેમને બાતમી મળી હતી. બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે ટ્રકમાં હેરાફેરી કરાતો કુલ 9 લાખથી વધુનો દારૂ જપ્ત કર્યો છે. આ સાથે જ પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરી છે.
પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, દારૂનો જથ્થો મધ્યપ્રદેશ તરફથી ભરાઈને ગુજરાતના હળવદ મુકામે લઈ જવાતો હતો. પશુ આહારની આડમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. પશુ આહારની આડમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે 9 લાખથી વધુનો વિદેશી દારૂ તેમજ 15 લાખનું વાહન અને 38 હજારનો પશુ આહાર તેમજ 2 મોબાઇલ ફોન જેની કિંમત 1 હજાર આમ કુલ મળી 24 લાખથી વધુના મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. તેમજ દારૂ મંગાવનારા અને દારૂ ભરી આપનારા એમ કુલ 3 સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.