ચેન્નાઈમાં મોટો અકસ્માત ટળ્યો, ખરાબ હવામાનને કારણે એરપોર્ટ પર પ્લેન ક્રેશ થતા બચ્યું
Cyclone Fengal: ચેન્નાઈમાં ફેંગલ વાવઝોડાની અસરને કારણે તંત્ર સતત એલર્ટ છે ત્યારે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખરાબ હવામાનને કારણે એરપોર્ટ પર પ્લેન ક્રેશ થતા બચી ગયું છે. જોકે પાયલટની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી છે. હાલ વાવઝોડાને કારણે રાજ્યનું હવામાન ખરાબ છે.
फेंगल तूफान से कई राज्यों में मौसम खराब है। चेन्नई एयरपोर्ट पर एक फ्लाइट लैंड के दौरान क्रैश होने से बची। यहां कल रात तक 24 डोमेस्टिक फ्लाइट कैंसिल हुईं, 26 उड़ानों में देरी हुई। pic.twitter.com/WANhRljGrK
— Sachin Gupta (@SachinGuptaUP) December 1, 2024
મળતી માહિતી અનુસાર ચક્રવાતી તોફાન ફેંગલ લગભગ 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પુડુચેરી અને તમિલનાડુના દરિયાકાંઠે અથડાયું હતું. જેના કારણે પુડુચેરી, કર્ણાટક અને દક્ષિણ આંધ્રપ્રદેશની સાથે તમિલનાડુમાં પણ ભારે વરસાદ શરૂ થયો છે. ત્યારે હવે ખરાબ હવામાનને કારણે એરપોર્ટ પર પ્લેન ક્રેશ થતા બચી ગયું છે. જોકે પાયલટની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી છે. હાલ વાવઝોડાને કારણે રાજ્યનું હવામાન ખરાબ છે. ચેન્નાઈ શહેરમાં વરસાદના કારણે પાણી ભરાયા છે. આ સિવાય શહેરમાં ભારે વરસાદથી 3ના મોત નીપજ્યા છે.
આ પણ વાંચો: છત્તીસગઢમાં કાર અને ટ્રક ભયાનક અકસ્માત, કટર વડે કારને કાપીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા