June 24, 2024

સાયબરબુલિંગ બાળકનો જીવ લઈ શકે?

આખરે આ સાઇબરબુલિંગ શું છે? સાઇબરબુલિંગ એટલે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કે મેસેજિંગ એપ્સ પર કોઈને પરેશાન કરવો, ધમકી આપવી, અપમાન કરવું અને બીજી અનેક રીતે ટાર્ગેટ કરવો. સરળ ભાષામાં કહીએ તો સોશિયલ મીડિયા, ચેટિંગ એપ્સના માધ્યમથી ઇરાદાપૂર્વક કરવામાં આવેલો ખરાબ વર્તાવ. જેનાથી સામેવાળી વ્યક્તિના સન્માન અને અસ્મિતાને ઠેસ પહોંચે. સામાન્ય રીતે બીજાનું અપમાન કરતી કે તેના મનમાં હીન ભાવના જગાવતી કોમેન્ટ્સ વધુ કરવામાં આવે છે.