આઈપીએલ ટીમ પર થયો સાયબર એટેક
Indian Premier League: આઈપીએલ સંબંધિત ફ્રેન્ચાઈઝી સાથે અલગ પ્રકારનો બનાવ સામે આવ્યો છે. પહેલા તો દિલ્હી કેપિટલ્સનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું હતું અને આ પછી રાજસ્થાન રોયલ્સ (RR)નું ટ્વિટર એકાઉન્ટ પણ હેક કરી દીધું હતું. આ બનાવ બનતાની સાથે ચાહકોમાં હલચલ મચાવી દીધી હતી.
રાજસ્થાન રોયલ્સ એકાઉન્ટ હેક
દિલ્હી કેપિટલ્સ એકાઉન્ટ હેક થયા પછી રાજસ્થાન રોયલ્સના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી કેટલીક શંકાસ્પદ લિંક્સ પણ શેર થઈ હતી. એક રિપોર્ટ પ્રમાણે “રેડિયમ” નામના ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મ સાથે સંબંધિત હતી. તમને જણાવી દઈએ કે આ એ જ લિંક હતી કે જે પહેલા દિલ્હી કેપિટલ્સના ખાતામાંથી શેર કરવામાં આવી હતી. બંને ફ્રેન્ચાઈઝી પર સાયબર હુમલો થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: આ કારણોને લીધે MS ધોનીએ IPL 2025 પહેલા નિવૃત્તિ લેવી જોઈએ!
ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું
રાજસ્થાન રોયલ્સના એકાઉન્ટમાંથી પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટ ક્રિપ્ટોકરન્સી સંબંધિત કરવામાં આવી હતી. આ પોસ્ટ શેર થતાની સાથે લોકો અનુમાન લગાવી રહ્યા હતા કે ટીમનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. સોશિયલ મીડિયા પર ચાહકોએ આ વાતને શેર કરી છે. બીજી બાજૂ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સના એકાઉન્ટ હેક થવાને કારણે IPL ટીમોની સાયબર સુરક્ષાને લઈને સવાલો થઈ રહ્યા છે. બંને ટીમના એકાઉન્ટમાં લાખો ફોલોઅર્સ છે.