December 21, 2024

કો-ઓપરેટિવ બેન્કિંગ સેક્ટરમાં સાયબર એટેક, સોફ્ટવેર કંપનીમાં ઘૂસ્યો રેન્સમવેર વાયરસ

અમિત રૂપાપરા, સુરત: બેન્કિંગ સેક્ટરમાં અને ખાસ કરીને કો-ઓપરેટિવ બેન્કિંગ સેક્ટરમાં છેલ્લા ચાર દિવસથી પેમેન્ટ બાબતેના પ્રશ્નો સર્જાયા છે અને આ પ્રશ્ન સર્જવાનું મુખ્ય કારણ એવું છે કે સોફ્ટવેર પ્રોવાઇડર સીએચ કંપનીમાં એક એપ્લિકેશનમાં રેન્સમવેર વાયરસ ડિટેક્ટ થયો છે અને આ સાયબર એટેકના કારણે છેલ્લા ચાર દિવસથી બેન્કિંગ સેક્ટરના આર્થિક નાણાકીય વ્યવહારો ખોવાયા છે. ગુજરાતની 21 અને ભારતની 350 જેટલી બેંકના બેન્કિંગ વ્યવહારો ખોવાયા છે. ત્યારે દક્ષિણ ગુજરાતના 1000 થી 1200 કરોડના ચેક ક્લિયરન્સ અટવાતા બેંકના ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા છે.

બેન્કિંગ સેક્ટર અને તેમાં ખાસ કરીને કોપરેટીવ બેન્કિંગ સેક્ટરમાં છેલ્લા ચાર દિવસથી પેમેન્ટ બાબતેના પ્રશ્નો સર્જાયા છે. આ પ્રશ્ન ઉભો થયો છે તે CH કંપની જે CBS સોફ્ટવેર પ્રોવાઇડર કમ્પનો છે. આ કંપનીની એક એપ્લિકેશનમાં રેન્સમવેર વાયરલ ડિટેકટ થયો છે. આને સાઇબર એટેક પણ કહી શકાય અને નાણાકીય વ્યવહારની સુરક્ષાને ધ્યાનમાં લઈને તાત્કાલિક અસરથી ડિજિટલ પેમેન્ટને સ્ટોપ કરવામાં આવ્યા હતા. ખરેખર ગુજરાતની 21 અને ભારતની 350 બેંક જે આ CH કંપનીના સોફ્ટવેર ઉપયોગ કરે છે તેમને આ તકલીફ આવી છે.

વરાછા કો-ઓપરેટિવ બેંકના ચેરમેન કાનજી ભાલાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બીજી તકલીફ એ આવી કે એક મોટી બેંક સાથે તમામ કોપરેટીવ બેંક જોડાયેલી હોય છે અને તમામ ચેક ક્લિયરન્સ આ બેન્કમાંથી થાય છે. ગુજરાતની 105 વધુ બેન્ક સ્ટેટ કોપરેટિવ બેન્ક સાથે જોડાયેલી છે. પરિણામે આ બેંકમાં ખાતેદારોના જે ચેક ક્લિયરન્સ થવા જોઈએ તે થઈ રહ્યા નથી. ઉપરાંત અન્ય બેંકમાં જો આ ચેક આપવામાં આવે છે તો પણ ત્યાંથી ચેક ક્લિયરન્સ થઈ પૈસા આ બેંકમાં જમા થઈ રહ્યા નથી.

વરાછા કો-ઓપરેટિવ બેંકના ચેરમેન કાનજી ભાલાળાએ વધુમાં જણાવ્યું હતું કે, CH કંપનીના સોફ્ટવેરમાં રવિવારે સાંજે 7 કલાકે નામનો રેન્સમવેર વાયરસ ડિટેક્ટ થયો હતો. સોમવારથી આ સર્વિસને અસર થઈ છે. દક્ષિણ ગુજરાતની 17થી 20 બેંકોનું ચેક ક્લિયરન્સનું કામ ઠપ થઈ ગયું છે અને ચાર દિવસમાં અંદાજે 1000થી 1200 કરોડનું ચેક ક્લિયરન્સ અટકી પડ્યું છે. એટલું સારું છે કે મુખ્યબેંક સિવાયની અન્ય સહકારી બેંકોના ડિજિટલ પેમેન્ટ થઈ રહ્યા છે તેનાથી કસ્ટમરને વધારે મુશ્કેલી પડી રહી નથી પરંતુ જેથી ક્લિયરન્સ કરવું હોય બેલેન્સ લેવું હોય કે બેલેન્સ મોકલવું હોય તો તેમાં ગ્રાહકોને મુશ્કેલી થઈ રહી છે.

દક્ષિણ ગુજરાત કોપરેટીવ બેંક વતી કાનજી ભાલાળાએ તમામ કસ્ટમરને અપીલ કરી હતી કે, આ સમસ્યા સોફ્ટવેર પ્રોવાઇડર કંપનીમાં આવેલી છે. સહકારી બેંકોની સિસ્ટમ અત્યારે હેંગ થઈ છે અને એટલા માટે સહકાર આપજો અને થોડા દિવસોમાં તમામ બાબતો સોલ્વ થઈ જશે.