July 4, 2024

હલદ્વાનીના બાણભૂલપુરામાં છ દિવસની હિંસા બાદ હવે સ્થિતિ કેવી છે?

ઉત્તરાખંડના હલદ્વાનીમાં થયેલી હિંસામાં મૃત્યુઆંકની સંખ્યા 6 પર પહોંચી ગઈ છે. જેમાં મંગળવારના એક વ્યક્તિનું મોત થયું છે. બીજી બાજૂ પોલીસ ડોર ટુ ડોર સર્ચ ઓપરેશન કરી રહી છે. બાણભૂલપુરામાં, જ્યાંથી અતિક્રમણ દૂર કરવામાં આવ્યું હતું તે જમીન પર પોલીસ ચોકી ખોલી દેવામાં આવી છે. આ હિંસાના છ દિવસ થઈ ગયા છે. પરંતુ હજૂ પણ તણાવ જોવા મળી રહ્યો છે.

જવાનો તૈનાત
8 ફેબ્રુઆરીએ થયેલી હિંસામાં એક વ્યક્તિનું મોત થયું છે. જેમનું નામ મોહમ્મદ ઈસરાર છે. તેમને સારવાર માટે સુશીલા તિવારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. તમને જણાવી દઈએ કે છેલ્લા સાત દિવસથી કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. હાલમાં પણ પોલીસનું કાર્ય ચાલું છે. પોલીસ ઘરે ઘરે જઈને તપાસ કરી રહી છે. જે જગ્યા ઉપર હિંસા થઈ હતી તે જગ્યા પર તાત્કાલિક ધોરણે એક ચોકી ખોલી દેવામાં આવી હતી. તેમાં એક હેડ કોન્સ્ટેબલ, ચાર કોન્સ્ટેબલ અને કેટલાક પ્રોવિન્શિયલ આર્મ્ડ કોન્સ્ટેબલરી (PAC)ના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

ચેતવણી આપવામાં આવી
પોલીસે આપેલી માહિતી અનુસાર હિંસામાં ઘાયલ ઇસરારનું સારવાર દરમિયાન મોત થયું હતું. જેને બાદમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. એસએસપીએ કહ્યું કે ઈસરારના મોત બાદ સંઘર્ષમાં મૃત્યુઆંક વધીને 6 થઈ ગયો છે. ધરપકડ કરાયેલા લોકોની વાત કરવામાં આવે તો તેમાં શોએબ, ભોલા ઉર્ફે સોહેલ, સમીર પાશા, જુનૈદ, સાહિલ અંસારી અને શાહનવાઝનો સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશને આરોપીઓને 15 ફેબ્રુઆરી સુધીમાં 2.45 કરોડની વળતરની રકમ ચૂકવવા જણાવ્યું છે. જો સમયમર્યાદાનો ભંગ થશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.

હાઇકોર્ટમાં સુનાવણી
હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં એસએસપી આપેલી માહિતી અનુસાર આરોપીઓને પથ્થરમારો, કથિત રીતે બાનભૂલપુરા પોલીસ સ્ટેશનમાં આગ લગાડવા, પોલીસ કર્મચારીઓ સાથે ઘર્ષણ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના વાહનો સળગાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ વંદના સિંહે આ મામલે 8 સભ્યોની પેનલની રચના કરવામાં આવી છે. અરજીની સુનાવણી ઉત્તરાખંડ હાઈકોર્ટમાં થવા જઈ રહી છે.