પાકિસ્તાનમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં ભારતીય ધ્વજ લહેરાવનારા ચાહક સાથે ગેરવર્તણૂક

Champions Trophy 2025: પાકિસ્તાન આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરી રહ્યું છે. મહત્વની વાત તો એ છે કે ટીમ ઈન્ડિયાની સામે પાકિસ્તાનની ટીમ હારતાની સાથે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયું છે. હવે આ વચ્ચે એક વીડિયો વાયરલ થયો છે. જેમાં . લાહોર સ્ટેડિયમમાં ભારતીય ધ્વજ લહેરાવનારા એક પાકિસ્તાની ચાહક સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. આવું કરવાથી તેને બહાર ફેંકી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડ રૂપિયાનું થયું નુકસાન, વિધાનસભામાં CAG રિપોર્ટ રજૂ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો
વીડિયોમાં જોઈ શકાય છે કે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચનો છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ધ્વજ વીડિયોમાં જોઈ શકાય છે. આ મેચ સમયે એક પાકિસ્તાનીને ભારતીય ધ્વજ લહેરાવતો જોઈને તેને બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ રહ્યા છે.