CT 2025: ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં બદલાશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન?

Champions Trophy 2025 IND vs NZ: ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની સેમિફાઇનલમાં સ્થાન નક્કી કરી દીધું છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ ટીમ સાથે છેલ્લી લીગ મેચ રમશે. આ મેચ દુબઈમાં 2 માર્ચના રમાશે. આ સમયે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને આ મેચમાંથી આરામ આપવામાં આવી શકે છે. આ પછી હવે ચર્ચાઓ થઈ રહી છે કે રોહિતની ગેરહાજરીમાં ગિલને ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. આવો જાણીએ કે રોહિતને આરામ આપવામાં આવે છે તો કોણ સંભાળશે ટીમ ઈન્ડિયાની કમાન.

આ પણ વાંચો: AFG vs AUS: જો વરસાદને કારણે મેચ મેચ રદ થાય છે તો કઈ ટીમ સેમિફાઇનલમાં સ્થાન મેળવશે?

રોહિત શર્માને મળી શકે છે આરામ
પાકિસ્તાનને હાર આપીને ટીમ ઈન્ડિયા સેમિફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. પરંતુ આ વચ્ચે રોહિતને ઈજા થઈ છે. એક રિપોર્ટ પ્રમાણે રોહિતને ઈજા થઈ હતી, જેના કારણે તેને ન્યૂઝીલેન્ડ સામેની મેચમાંથી આરામ આપવામાં આવી શકે છે. બુધવારના દિવસે રોહિતે પ્રેક્ટિસ સેશનમાં બેટિંગ કરતો જોવા મળ્યો ના હતો. આ સમયે રોહિત મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથે વાત કરતો પણ જોવા મળ્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફી માટે ગિલને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જેના કારણે જો રોહિતને આરામ આપવામાં આવે છે તો ગિલને ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. આ ગિલનો કેપ્ટન તરીકેનો પ્રથમ વનડે મેચ હોઈ શકે છે. હવે સવાલ એ છે કે રોહિતનું સ્થાન કોણ લેશે. તેની જગ્યા પર 2 નામની ચર્ચા છે. જેમાં પંત અને વોશિંગ્ટન સુંદરના નામની ચર્ચા છે.