મહેન્દ્ર સિંહ ધોની પહોંચ્યો ચેન્નાઈ, વીડિયો થયો વાયરલ

IPL 2025: આઈપીએલની ક્રિકેટ ચાહકો ખૂબ રાહ જોઈ રહ્યા છે. ધોનીને જોવા માટે ચેના ચાહકો ખૂબ ઉત્સુક છે. IPL ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે હવે નવી સીઝનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુપરસ્ટાર વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની પણ હવે ચેન્નાઈ પહોંચી ગયા છે. જેનો વીડિયો સામે આવ્યો છે.

આ પણ વાંચો: મહાકુંભમાં બન્યો મહારેકોર્ડ! અમેરિકાની વસ્તી કરતા બમણા લોકોએ ભક્તોએ સંગમમાં લગાવી ડૂબકી

ધોનીનો ક્રેઝ વધુ વધી ગયો
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી ધોનીનો ક્રેઝ વધારે વધી ગયો છે. ચાહકો તેને મેદાનમાં જોવા માટે ફરી ઉત્સુક છે. ત્યારે મહેન્દ્ર સિંહ ધોની IPL 2025 ની તૈયારી માટે ચેન્નાઈ પહોંચી ગયા છે. આ સમયનો વીડિયો વાયરલ થયો છે. ચાહકોને માહીનો નવો અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે. CSK ના ખેલાડીઓ ધીમે ધીમે ચેન્નાઈ પહોંચી રહ્યા છે. કેપ્ટન રુતુરાજ ગાયકવાડ પણ ચેન્નાઈમાં હાજર છે. કેપ્ટન તરીકે 5 IPL ટ્રોફી જીતનાર મહેન્દ્ર સિંહ ધોની IPL 2025માં અનકેપ્ડ ખેલાડી તરીકે રમતા જોવા મળશે.