CSK શરમજનક યાદીમાં સામેલ, IPL ઇતિહાસમાં આવું કરનારી બની 7મી ટીમ

Chennai Super Kings: ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને 17 વર્ષ પછી ઘરઆંગણે RCB સામે હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. IPLના ઈતિહાસમાં રનના અંતરથી CSKની આ ત્રીજી સૌથી મોટી હાર હતી. આવું કરતાની સાથે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે શરમજનક યાદીમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.

IPLમાં સૌથી વધુ મેચ હારનારી ટીમો
દિલ્હી કેપિટલ્સ – 135 હાર
પંજાબ કિંગ્સ – 134 હાર
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – 129 રન
કોલકાતા નાઈટ રાઈડર્સ – 121 રનથી હાર
મુંબઈ ઈન્ડિયન્સ – 118 હાર
રાજસ્થાન રોયલ્સ – 109 રન
ચેન્નાઈ સુપર કિંગ્સ – 100 હાર

આ પણ વાંચો: પિતા બન્યા પછી કેએલ રાહુલ દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયો, આ ટીમ સામે પહેલી મેચ

CSKનો IPLમાં 100મો પરાજય
દિલ્હી કેપિટલ્સ અત્યાર સુધીમાં સૌથી વધારે મેચ હારવાની બાબતમાં ટોપ પર છે. અત્યાર સુધીમાં દિલ્હીની ટીમે 135 મેચ હારી છે. હવે CSKની ટીમ આઈપીએલમાં 100 મેચ હારનારી 7મી ટીમ બની ગઈ છે. IPLના ઇતિહાસમાં RCB સામે ચેન્નાઈ સુપર કિંગ્સનો રનના માર્જિનથી આ ત્રીજો સૌથી મોટો પરાજય છે.