November 23, 2024

વરસાદી આફતથી ખેતરો બેટમાં ફેરવાયા, ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

અરવિદ સોઢા, ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના ગોવિંદ પરા, ઈણાજ, ડાભોર અને ખાંભા ગામના ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઈ છે. આફત રૂપી વરસાદ થી ખેતરો બેટમાં ફેરવાઇ ગયા છે અને 5 દિવસ વીતી જવા છતાં ખેતરોમાં પાણી યથાવત. પાણી ભરાવાના કારણે 800 વીઘાથી વધુ ખેતીને નુકસાન થયું છે. પાક નિષ્ફળ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદે વિરામ લીધો જેને 5 દિવસ થયા છે. પરંતુ ગોવિંદપણા ઇણાજ, ડાભોર, ખાંભા જેવા ગામોનો સીમ વિસ્તાર આજે પણ પાણીથી ભરાયેલો જોવા મળે છે. મગફળી સહિતના તમામ પાકો હાલ પણ પાણીમાં ડૂબેલા છે. જેથી ખેડૂતો પાયમલ બન્યા છે. ખેડૂતોના મોંઘા બિયારણો, ખાતરો અને મહેનત આજે 5 દિવસ બાદ પણ પાણીમાં ડૂબી ગયા છે. જેથી કહી શકાય કે પૈસો અને મહેનત બંને પણ પાણીમાં વહી ગયા છે.

સ્થાનિક ખેડૂતોની વાત માનીએ તો આ ગોવિંદપરા, ઈણાજ, ડાભોર, ગામો વચ્ચે હીરણ-2 તેમજ દેવકા નદી પાણી તેમજ ખાંભા ગામ વિસ્તારમાં સરસ્વતી નદીના પાણી આવતું હોય તેની સામે ભારે નુકસાની થઈ રહી છે ખાસ કરીને અત્યારે વરસાદ પડી રહ્યો છે ચાર દિવસથી તેને લીધે મગફળી પાણીમાં સાવ નુકસાન પામી છે. જેના આશરે 700 થી 800 વીઘા જમીન બેટમાં ફેરવાયેલી રહે છે. જેને કારણે આ ખેડૂતોનો પાક પાણીમાં ડૂબી અને નાશ પામે છે. જે બાબતે ખેડૂતોએ કેવું છે કે મગફળી સોયાબીન સહિતના પાકને ભારે નુકસાની વહેવી પડી રહી છે અને બિયારણના પૈસા પણ આમાંથી ન ઉપજે તેવું માની રહ્યા છે.

ત્યારે, ખેડૂતો છતી ખેતી એ આર્થિક રીતે પાયમલ બન્યા છે. અને પોતાનું ગુજરાન ચલાવવુંઋ પણ અઘરું બન્યું છે સાથે આ વિસ્તારમાં ભારે પાણીના કારણે પશુઓને ખવડાવવા માટેનો ચારો પણ સડી અને બગડી જાય છે. જેથી પશુઓનો નિભાવ પણ કઠિન બન્યો છે. આ બાબતે સરકાર દ્વારા સહાય આપેઅને આ વિસ્તારની ખેતી બચાવાઇ તેવું સ્થાનિક ખેડૂતો ઈચ્છી રહ્યા છે. જ્યારે આ પાણીથી ખેડૂતોને ભાર નુકસાની વેઠું પડી રહી છે ગોવિંદપરાના ખેડૂતનું કેવું છે કે નારીયેલીને તો વાંધો ન આવે કે પાણી પાંચ ફૂટ ભરાય તોય પણ જ્યારે જુવાર બાજરો સોયાબીન અને મગફળીના પાકને આના લીધે ભારે નુકસાન થયું છે.