ગુનેગારોમાં પોલીસનો ડર રહ્યો નથી, તપન પરમારની હત્યાને લઈ વડોદરા શહેર BJP પ્રમુખ ડો.વિજય શાહનું નિવેદન
Vadodara: બીજેપીના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની હત્યાનો મામલે વડોદરા શહેર BJP પ્રમુખ ડો વિજય શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, વડોદરામાં પોલીસનો ડર ગુનેગારોમાં રહ્યો નથી. તેમજ ગૃહ રાજ્યમંત્રીને આરોપીઓ સામે કડક કાર્યવાહી માટે રજૂઆત કરવામાં આવી છે. આ સિવાય કારેલીબાગ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફની બદલી કરવા પણ રજૂઆત કરીશું. તપન પરમારના પરિવારને શહેર BJP દ્વારા આર્થિક મદદ કરવામાં આવશે.
આ પણ વાંચો: ઉત્તર ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતની ધરા ધ્રુજી, વલસાડમાં 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના વડોદરામાં ભાજપના નેતાના પુત્રની હત્યા બાદ ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના નેતા અને પૂર્વ કાઉન્સિલર રમેશ પરમારના પુત્ર તપન પરમારની પોલીસની હાજરીમાં જ હત્યા કરવામાં આવી હતી. હત્યાની આ ઘટના SSG હોસ્પિટલમાં બની હતી. પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા બાદ ભાજપના નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ પ્રશાસનમાં ગભરાટનો માહોલ છે કે પોલીસની હાજરી છતાં હત્યા કેવી રીતે થઈ? બાબર પઠાણ, મહેબૂબ, વાશિમ અને કેટલાક અન્ય લોકોની ઓળખ પોલીસ હુમલાખોરો તરીકે કરવામાં આવી છે.