રખિયાલમાં પોલીસની PCR વાન પર હુમલાના મુખ્ય આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

અમદાવાદ: રખિયાલમાં 18 ડિસેમ્બર 2024ના રોજ પોલીસની PCR વાન પર હુમલો કરી પોલીસ કર્મચારીઓ પર હુમલો કરાયો હતો. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. હુમલો કરનાર મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી મોહમ્મદ સરવર ઉર્ફે કડવાની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે કલોલથી કુખ્યાત આરોપી મોહમદ સરવરને દબોચ્યો છે.

આરોપી રખિયાલમાં પોલીસની PCR વાન પર હુમલો કર્યા બાદ ચાર મહિનાથી ફરાર હતો. આરોપી બાપુનગરમા ગુજસીટોકના ગુનામાં પણ વોન્ટેડ હતો. કુખ્યાત આરોપી મોહમ્મદ સરવર ઉર્ફે કડવા વિરુદ્ધ 16થી વધુ ગુના અને 4 વખત પાસા થઈ ચૂક્યા છે. મહત્વનું છે કે આ કેસમાં અગાઉ પોલીસે 4 આરોપીઓને પકડ્યા હતા. ત્યારે હવે કડવા ગેંગનો લીડર અને મુખ્ય આરોપીને પણ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે.