December 15, 2024

રાજનેતા ઉતર્યા રમતના મેદાનમાં, અનુરાગનું ઓલ રાઉન્ડર જેવું પરફોર્મન્સ

Lok Sabha VS Rajya Sabha Cricket Match: સંસદના શિયાળુ સત્રમાં રાજકીય પક્ષોમાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે આજના દિવસે બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાના વિવિધ પક્ષોના સાંસદો ક્રિકેટના મેદાનમાં જોવા મળ્યા હતા. રાજકીય મેદાનમાં જોવા મળતા નેતાઓ ક્રિકેટના મેદાનમાં જોવા મળતા નવું ચોક્કસ લાગે. લોકસભા અને રાજ્યસભાની ટીમો વચ્ચે T20 ક્રિકેટ મેચનું આયોજન કરાયું હતું. લોકસભા સ્પીકર ઈલેવનએ રાજ્યસભા સ્પીકર ઈલેવનને 73 રનના માર્જીનથી હાર આપી હતી. અનુરાગ ઠાકુર અને ચંદ્રશેખરની જોરદાર બેટિંગ પણ જોવા મળી હતી.

આ પણ વાંચો: “એક દેશ, એક ચૂંટણી” પર બ્રિજ ભૂષણ શરણ સિંહે કોંગ્રેસ પર લગાવ્યો આરોપ

અનુરાગ ઠાકુર અદ્ભુત પ્રદર્શન
લોકસભા વતી અનુરાગ ઠાકુર અને ચંદ્રશેખરે જોરદાર બેટિંગ કરી હતી. 65 બોલમાં 111 રનની અણનમ ઇનિંગ રમી હતી. ચંદ્રશેખરની વાત કરવામાં આવે તો તેણે 23 બોલમાં 54 રનની તોફાની ઇનિંગ રમી હતી. લોકસભા સ્પીકર ઇલેવનએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 251 રન બનાવવામાં સફળ રહ્યા હતા. હમ્મદ અઝહરુદ્દીને 42 બોલમાં સૌથી વધુ 74 રનની ઇનિંગ રમ્યા હતા. સાંસદ મનોજ તિવારીને ‘સુપર કેચ ઓફ ધ મેચ’ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ફિલ્ડર તરીકે નિશિકાંત દુબેનું સન્માન કરવામાં આવ્યું હતું.