October 6, 2024

CR પાટીલે દાંડીકૂચમાં ભાગ લેનારા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ પાઠવી

CR પાટીલે ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી

અમદાવાદઃ આજે 12મી માર્ચ એટલે કે મહાત્મા ગાંધી દ્વારા મીઠાનો કાયદો તોડવા માટે શરૂઆત કરવામાં આવેલા સત્યાગ્રહનો પહેલો દિવસ. ત્યારે આ ઐતિહાસિક ઘટનાના પ્રસંગને યાદ કરતા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે એક્સ પોસ્ટ કરી શ્રદ્ધાંજલિ આપી છે.

આ અંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે એક્સ પર પોસ્ટ કરતા લખ્યુ હતુ કે, ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ… જે પીડ પરાઇ જાણે રે….12મી માર્ચ, 1930નાં દિવસે પૂજ્ય બાપુએ સાબરમતી આશ્રમથી દાંડીકૂચની શરૂઆત કરી હતી, આ દિવસ ઐતિહાસિક દિવસ હતો. દાંડીકૂચ દ્વારા ભારતનાં સ્વતંત્રતા સંગ્રામમાં એક નવી ઉર્જાનો સંચાર થયો હતો. આ યાત્રાને ગૌતમ બુદ્ધનાં ‘મહાભિનિષ્ક્રમણ’ સાથે સરખાવાઇ હતી. આજે દાંડીકૂચ દિવસે મહાત્મા ગાંધીજી અને કૂચમાં જોડાનાર સૌ સત્યાગ્રહીઓને કોટિ કોટિ વંદન પાઠવું છું.’