ઝઘડિયા GIDCમાં 10 વર્ષની બાળકી પર રેપ વિથ મર્ડરના કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી

ભરૂચ: ઝઘડિયા GIDCમાં 10 વર્ષની બાળકીનું અપહરણ, પાશવી બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. 72 દિવસમાં કોર્ટે આરોપી વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી છે. આ કેસમાં કાયદાકીય પ્રક્રિયામાં પોલીસ અને સરકારી વકીલની પ્રસંશનીય કામગીરી જોવા મળી છે.

16 ડિસેમ્બરે વિજય પાસવાને પાડોશી બાળકી લાકડા વણતી હતી ત્યારે બળાત્કાર કર્યો હતો. તેમજ બાળકીના ગુપ્તાંગમાં શળિયાના ઘા કરાયા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં બળાત્કારીની ધરપકડ કરી હતી. ત્યારે ઘટનાના 72 દિવસ બાદ આજરોજ કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે.