કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને આઇટી સહીતના કોર્સ વિદ્યાર્થીઓની પ્રથમ પસંદ બન્યા
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: ડિગ્રી એન્જીનિયરિંગમાં પ્રવેશ પ્રક્રીયાનો પ્રારંભ થયો છે ત્યારે પહેલા જ રાઉન્ડમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને આઇટી સહીતના કોર્સ વિદ્યાર્થીઓની પ્રથમ પસંદ બન્યો છે. એન્જિનિયરિંગના પ્રવેશ માટે એડમિશન કમિટી દ્વારા હાથ ધરાયેલી પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશની ફાળવણી કરી દેવામા આવી છે. જે અંતર્ગત 42,640 જેટલા વિદ્યાર્થીઓએ અરજી કરી હતી, જે પૈકી 40,423 વિદ્યાર્થીઓને મેરીટ આપવામાં આવ્યું છે. તેમાંથી 36,706 વિદ્યાર્થીઓએ ચોઈસ ફીલિંગ કરેલ છે.
આ વિદ્યાર્થીઓમાંથી તેઓના મેરીટ અને ભરેલ ચોઇસના આધારે 31527 વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં ફાળવણી કરવામાં આવી છે. પ્રવેશ વર્ષ 2024-25 માં આશરે 57,656 બેઠકો માટે પ્રક્રીયા હાથ ધરવામાં આવી છે. બોર્ડની પુરક પરિક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામા આવ્યો છે ત્યારે તેના પરિણામ બાદ બીજા રાઉન્ડની કાર્યવાહી હાથ ધરવામા આવશે. જે પણ વિદ્યાર્થીઓનો મેરિટમાં સ્થાન મળ્યું છે તેવા વિદ્યાર્થીઓ 25 જુન સુધી કોલેજમાં ફી ભરીને પ્રવેશ મેળવી શકશે.
કઈ સંસ્થામાં કુલ કેટલી બેઠકો ભરાઈ
100% બેઠકો ભરાઈ હોય તેવી 29 સંસ્થાઓ
100% થી ઓછી અને 75% થી વધુ બેઠક ભરાઈ હોય તેવી 25 સંસ્થાઓ
50% થી 75% સુધી બેઠક ભરાઈ હોય તેવી 19 સંસ્થાઓ
25% થી 50% સુધીની બેઠકો ભરાઈ હોય તેવી 18 સંસ્થાઓ
25% થી ઓછી બેઠકો ભરાઈ હોય તેવી 43 સંસ્થાઓ
બ્રાચ | કુલ બેઠક | ફાળવાયેલ બેઠક | ખાલી બેઠક |
કમ્પ્યુટર એન્જિનિયરિંગ | 18169 | 11297 | 6872 |
મિકેનિકલ એન્જિનિયરિંગ | 6629 | 2410 | 4219 |
આઇટી એન્જિનિયરિંગ | 6031 | 3309 | 2722 |
સિવિલ એન્જિનિયરિંગ | 5849 | 2012 | 3837 |
ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ | 4781 | 1800 | 2981 |
ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન | 2304 | 1905 | 399 |
કેમિકલ એન્જિનિયરિંગ | 2009 | 1251 | 758 |
ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ | 929 | 248 | 681 |
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સ | 744 | 382 | 362 |
ઇન્ફો એન્ડ કોમ્યુનિકેશન | 744 | 607 | 137 |
બાયો ટેકનોલોજી | 568 | 440 | 128 |
રોબોટિક્સ એન્ડ ઓટોમેશન | 350 | 262 | 88 |