News 360
Breaking News

ખુરશી માટે નિતિશ કુમાર અમારા ખોળામાં આવી છે તો ક્યારેક બીજાના ખોડામાં જઈને બેસે: મલ્લિકાર્જુન ખડગે

Mallikarjun Kharge: બિહારમાં વિધાનસભા ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવાની છે. જેના કારણે બિહારની મુલાકાતે કદાવર નેતાઓ પહોંચી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બક્સર પહોંચ્યા અને ભાજપ-જેડીયુ પર જોરદાર પ્રહારો કર્યા હતા. આવો જાણીએ શું કહ્યું તેમણે.

આ પણ વાંચો: રાહુલ તેવતિયાએ જોસ બટલરને તેની ‘ઐતિહાસિક’ સદી કેમ પૂર્ણ ન કરવા દીધી?

ખુરશી માટે બીજા ખોળામાં જાય છે
આ વર્ષના અંતમાં બિહારની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ એક્ટિંવ થઈ દઈ છે. ત્યારે આજના દિવસે મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી અને સીએમ નીતિશ કુમાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું ખુરશી માટે નિતિશ કુમાર અમારા ખોળામાં આવીને બેસે છે તો ક્યારેક બીજાના ખોડામાં જઈને બેસે છે. ખડગેએ કહ્યું કે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને આજે ગંગા કિનારે આવેલા આ વિસ્તારમાં આવવાની તક મળી, જે બંધારણ સભાના પ્રોટેમ સ્પીકર સચ્ચિદાનંદ સિંહાની ભૂમિ પણ છે.