IPLની પ્રથમ મેચમાં જ વિવાદ, વિરાટ કોહલી આ ખેલાડીને બોલ્યો અપશબ્દ

અમદાવાદ: IPL 2024 ની શરૂઆત ગઈ કાલે થઈ ગઈ છે. ત્યારે ચેન્નાઈએ RCBને 6 વિકેટે આરામથી હરાવી દીધું હતું. વિરાટ કોહલીએ ગઈ કાલની મેચમાં 19 બોલમાં માત્ર 21 રન બનાવ્યા હતા. જોકે અહિંયા એ મહત્વની વાત છે કે દર વખતે IPLમાં વિવાદ ના થાય તેવું બને નહીં. ફરી એક વાર એક બબાલ થઈ છે.

બોલાચાલી થઈ
કાલની મેચમાં વિરાટ કોહલી કોઈ ખાસ પોતાનું પ્રદર્શન કરી શકયો ના હતો. પરંતુ IPL હોય અને વિવાદ ના થાય તેવું તો બને. ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી રહે છે. પ્રથમ મેચમાં જ બબાલ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. કિંગ કોહલીએ જાહેરમાં રચિન રવિન્દ્ર માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. રવિન્દ્રએ પોતાની પહેલી જ મેચમાં પોતાની સારી છાપ છોડી છે. તેણે 15 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 37 રન બનાવ્યા છે.

શાનદાર પ્રદર્શન કર્યું
IPL 2024 ની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે બાજી મારી દીધી હતી. RCB ટીમને 6 વિકેટે હારવાનો વારો આવ્યો હતો. જોકે આ મેચમાં બંને ટીમના બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પર્ફોરમન્સ જોવા મળ્યું હતું. આરસીબીએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં CSKએ સરળતાથી લક્ષ્યને પ્રાપ્ત કર્યો હતો. RCBને હારનો સામનો કરવો પડ્યો પરંતુ આ ટીમમાં રહેલો એક ખેલાડી દરેકની નજરમાં આવી ગયો છે અને તેમના ખુબ વખાણ થઈ રહ્યા છે.

આ પણ વાંચો: ઋતુરાજ ગાયકવાડે કરી ધોનીની બરાબરી, પહેલી મેચમાં કેપ્ટન અને જીત..!

ગાયકવાડે કરી બતાવ્યું
અત્યાર સુધીનો રેકોર્ડ છે કે ચિદમ્બરમ સ્ટેડિયમમાં કયારે પણ ચેન્નાઈ સુપર કિંગ્સને હારનો સામનો કરવાનો વારો આવ્યો નથી. આવું પહેલી વાર બન્યું કે ધોની કેપ્ટનમાં ના હોય તો બીજા કોઈ કેપ્ટન થકી જીત પ્રાપ્ત કરે. જેના કારણે આ જીત પ્રાપ્ત કરતાની સાથે હવે ધોની પછી બીજો એવો ખેલાડી બની ગયો છે જે ટીમને જીત અપાવી શકે છે. જોકે કે આ મેચ દરમિયાન ગાયકવાડ ધોનીની સલાહ લેતા નજરે ચડ્યા હતા. ગાયકવાડની વાત કરવામાં આવે તો તેમણે 15 રનની ઇનિંગ રમી હતી.