કબજિયાતથી પરેશાન રહેતા હોવ તો આજથી આ ખાવાનું કરી દો શરું
Constipation: આજના સમયમાં મોટા ભાગના લોકોને કબજની સમસ્યા હોય છે. જેના કારણો ઘણા છે. પરંતુ આજે તેના ઉપાયો વિશે જાણીશું. કેવી રીતે કબજને દૂર કરશો.
આ પણ વાંચો: Jioએ બે સસ્તા રિચાર્જ પ્લાનમાં કર્યા મોટા ફેરફારો
કબજિયાત માટે ખાવાની ટેવ
કબજ દૂર કરવા માટે લોકો અલગ અલગ પ્રકારના ઉપાયો કરતા હોય છે. પરંતુ પહેલેથી ખાવામાં ધ્યાન રાખવામાં આવે તો આ સમસ્યા માટે તમારે ઉપાયો શોધવા જવાની જરૂર નહીં પડે. જેમાં બને તેટલા ફળ ખાવાનું રાખો. જે પણ ફળ ખાવ છો તે વધારે રેસાયુક્ત હોય તે ખાવા જોઈએ. ફળ , શાકભાજી અને રેસાયુક્ત ખોરાક ખાવાનું રાખો. ફાઈબરયુક્ત આહારનો અભાવ પણ કબજિયાતનું મુખ્ય કારણ છે. પિઅર, દ્રાક્ષ , પપૈયા , જરદાળુ , અંજીર , પાઈનેપલ તમે ખાઈ શકો છો. શાકભાજીની વાત કરવામાં આવે તો તમારે બ્રોકોલી, કોબીજ , ગાજર , અને પાલક જેવા લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવાનું રહેશે. ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવાનું રાખો.