કબજિયાતની સમસ્યાથી પરેશાન હોવ તો આ ઘરગથ્થુ ઉપચારો કરો
Constipation: મોટા ભાગના લોકોને આજના સમયમાં કબજિયાતની સમસ્યા થતી હોય છે. જેની પાછળ ઘણા કારણો હોય શકે છે. જો તમને પણ કબજિયાતની સમસ્યા રહેતી હોય તો અમે તમારા માટે તેને દૂર કરવાના ઉપાયો લઈને આવ્યા છીએ.
જીરાનું પાણી
જીરાનું પાણી પેટ માટે વરદાન સમાન છે. જીરાને શેકી લો. જીરાની સાથે થોડું મીઠું નાંખીને શેકી લો. આ પછી રોજ તેને ગરમ પાણીમાં ઉકાળીને ચા ની જેમ સેવન કરો. જેનાથી તમારી કબજની સમસ્યા દૂર થશે.
કિસમિસનું પાણીનું કરો સેવન
જો તમને પણ કબજની સમસ્યા રહેતી હોય તો તમારે કિસમિસનું પાણી પીવું જોઈએ. જેના માટે તમારે રોજ રાતના કિસમિસને પલાડવાની રહેશે. તમે તેનું પાણી પણ પી શકો છો અથવા તો દૂધમાં ઉકાળીને પણ તેનું સેવન કરી શકો છો.
આ પણ વાંચો: ગાજરની બરફી સામે હલવો પણ છે ફેલ, જાણી લો રીત
ત્રિફળા પાઉડર પણ છે ફાયદાકારક
જો તમને કબજની સમસ્યા રહેતી હોય તો તમારા માટે ત્રિફળા પાઉડર પણ ફાયદાકારક છે. કબજની સમસ્યાને દૂર કરવા માટે તેનો ઉપયોગ તમે કરી શકો છો. જેના માટે તમારે ત્રિફળાનો પાવડર બનાવીને રાખવાનો રહેશે. આ પછી તમે તેને હૂંફાળા પાણી સાથે રોજ પી શકો છો.