કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે આપ્યું નિવેદન
Manish Doshi: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ નિવેદન આપ્યું છે. નગરપાલિકાની તમામ બેઠક પર કોંગ્રેસ લડી રહી છે. ભાજપ લોકતાંત્રિક પ્રક્રિયાને બદલે ડર અને ભયનું વાતાવરણ ઉભુ કરે છે. ચુંટણીમાં ઉમેદવારો ઊભા ન રાખવા તેવા કામ ભાજપે કર્યા છે.
આ પણ વાંચો: યુનિફોર્મ સિવિલ કોડ પર આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું નિવેદન
મનીષ દોશીએ નિવેદન આપ્યું
ડર અને ભયનું વાતાવરણ ઉભુ કરીને ફોર્મ પાછા ખેચવાનું કામ ભાજપ કરી રહી છે. કોડીનાર , ધરમપુર , હળવદ સહિત ઘણી જગ્યાની ફરીયાદ મળી છે. અમે સ્થાનિક અધિકારીઓને ફરીયાદ પણ કરી છે. જ્યાં જ્યાં ફરીયાદ મળી તે અંગે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ગાંધીનગર જશે. રાજ્ય ચુંટણી પંચને વિસ્તૃત રજૂઆત કરવામાં આવશે. બપોરે 3:30 કલાકે રાજ્ય ચુંટણી પંચને રજૂઆત કરવામાં આવશે.