February 5, 2025

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને સંગઠનના હોદ્દેદારોની બોલાવવામાં આવી ખાસ બેઠક

junagadh News: જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ ભવન ખાતે સંગઠનના હોદ્દેદારોની અગત્યની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ચૂંટણી પ્રભારી દ્વારા સંગઠનના હોદ્દેદારોને વોર્ડ દીઠ જવાબદારી સોંપવામાં આવી હતી. વોર્ડ દીઠ જૂથ બેઠક, પ્રબુધ્ધ નાગરીકો સાથે બેઠક, ડોર ટુ ડોર પ્રચાર મતદાન થાય ત્યાં સુધીની વિવિધ જવાબદારી સોંપાઈ હતી. કોંગ્રેસ દ્વારા ચૂંટણીને લઈને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલની જાહેરસભાનું આયોજન પણ કરાયું છે. પ્રદેશ પ્રમુખ સહીતના અન્ય નેતાઓ પણ જૂનાગઢમાં પુરજોશમાં ચૂંટણી પ્રચારમાં જોડાશે.

આ પણ વાંચો: લિફ્ટ ના આપી તો હત્યા કરી નાંખી, 3 આરોપીઓને પોલીસે દબોચી લીધા

ડોમ ઉભો કરવાનો કર્યો આક્ષેપ
આ તકે કોંગ્રેસના ચૂંટણી પ્રભારી પુંજાભાઈ વંશએ ભાજપના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયના સ્થળને લઈને ટકોર કરી હતી અને જણાવ્યું હતું કે જે જગ્યાએ ભાજપનું મધ્યસ્થ કાર્યાલય આવેલું છે. તે ટ્રસ્ટની જગ્યા છે જેનો ગૌશાળાનો હેતુ છે અને ભાજપે ત્યાં ચૂંટણી કાર્યાલય બનાવીને જગ્યાનો હેતુફેર કર્યો છે જે ગેરકાયદેસર છે. ભાજપ ભવિષ્યમાં આ જગ્યા પર તેનો ડોમ ઉભો કરી દેશે તેવો આક્ષેપ પણ કર્યો હતો.