કોંગ્રેસ નેતાએ રોહિત શર્માના વજન પર કરી કોમેન્ટ… તો BJP નેતાએ કાઢી ઝાટકણી

Rohit Sharma: બીજેપીના નેતા રાધિકા ખેડાએ કોંગ્રેસ પ્રવક્તા પર આકરા પ્રહારો કર્યા છે. આ સાથે તેમણે સોશિયલ મીડિયા પર કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને જયરામ રમેશને પણ ટેગ કરીને ટોણો માર્યો છે. ખરેખરમાં કોંગ્રેસ પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે રોહિત શર્માને સોશિયલ મીડિયા પર ટેગ કરતાં તેની હેલ્થ વિશે વાત કરી હતી. ભાજપના નેતાએ આ ટિપ્પણીને લઈને કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે.

બીજેપી નેતા રાધિકા ખેડાએ કહ્યું, “કોંગ્રેસના પ્રવક્તા રોહિત શર્માની બોડી શેમિંગ કર્યું, જે એકદમ ખરાબ વાત છે. આ એ જ કોંગ્રેસ છે, જેણે દાયકાઓ સુધી રમતવીરોને અપમાનિત કર્યા, તેમને ઓળખ ન આપી અને હવે ક્રિકેટના દિગ્ગજની મજાક ઉડાવવાની હિંમત કરી? ભત્રીજાવાદ પર આધાર રાખનારી પાર્ટી એક સેલ્ફ મેડ ચેમ્પિયનને ઉપદેશ આપી રહી છે?

તેણે વધુમાં કહ્યું કે રોહિત શર્મા એવો કેપ્ટન છે જેણે વર્લ્ડ કપ જીત્યો છે. તમારા નેતા રાહુલ ગાંધી તેમની પાર્ટીને બરબાદ કર્યા વિના સુકાની પણ નહીં કરી શકે! જયરામ રમેશ, તમારી ટીમ દ્વારા ભારતને ગૌરવ અપાવનારા વ્યક્તિનું અપમાન કરવા કરતાં તમારે અને તમારા પ્રવક્તાઓએ પ્રાસંગિકતા, વિશ્વસનિયતા અને ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જે તમારી પાર્ટી ઓછું કરી રહી છે.

આ પણ વાંચો: PM મોદી સાસણગીરની મુલાકાતે, વહેલીસવારે સિંહદર્શન કર્યા

કોંગ્રેસ પ્રવક્તાએ શું કહ્યું?
કોંગ્રેસના પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, “રોહિત એક ખેલાડી તરીકે જાડો છે. વજન ઘટાડવાની જરૂર છે અને હા, ભારતનો અત્યાર સુધીનો સૌથી નિરાશાજનક કેપ્ટન.”