July 7, 2024

ગુજરાતની 7 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવારો જાહેર, જાણો કોના કોના વચ્ચે જંગ

અમદાવાદ: લોકસભા ચૂંટણીઓને લઈને તમામ પાર્ટીઓ દ્વારા ઉમેદવારોની જાહેરાત થઈ રહી છે. ત્યારે આજે કોંગ્રેસ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 43 ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ નામોમાં ગુજરાતની 7 બેઠકોના ઉમેદવારોની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં બનાસકાઠાંથી ગેનીબેન ઠાકોર, પોરબંદરથી લલિત વસોયા, બારડોલીથી તુષાર ચૌધરી, વલસાડથી અનંત પટેલ, અમદાવાર પશ્ચિમથી ભરત મકવાણા, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા અને કચ્છની બેઠક પર નીતેશ લાલણને ટિકિટ આપવામાં આવી છે.

5 બેઠકો પર કોની વચ્ચે થશે જંગ

બનાસકાંઠા
ભાજપના રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ચૂંટણી લડશે

અમદાવાદ પશ્ચિમ
ભાજપના દિનેશ મકવાણા સામે કોંગ્રેસના ભરત મકવાણા વચ્ચે ચૂંટણી જંગ

બારડોલી
ભાજના પ્રભુભાઈ વસાવા સામે કોંગ્રસના તુષાર ચૌધરી ચૂંટણી લડશે

પોરબંદર
ભાજપના મનસુખ માંડવીયા સામે કોંગ્રેસના લલિત વસોયા

કચ્છ
ભાજપમાં વિનોદ ચાવડા સામે કોંગ્રેસના નીતિશ લાલણ ચૂંટણી લડશે

મહત્વનું છેકે, કોંગ્રેસે 8 માર્ચના રોજ પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. એ બાદ આજે 12 માર્ચના બીજી યાદી જાહેર કરી છે. આ સાથે કોંગ્રેસે 82 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસની પ્રથમ જાહેર કરેલી યાદીમાં વાયનાડથી રાહુલ ગાંધી, તિરુવનંતપુરમથી શશિ થરૂર, અલપ્પુઝાથી કેસી વેણુગોપાલ, રાજનાંદગાંવથી ભૂપેશ બઘેલ, મેઘાલયના વિન્સેન્ટ પાલા અને ત્રિપુરા પશ્ચિમથી આશિષ સાહાના નામ સામે આવ્યા હતા. કોંગ્રેસના 39 ઉમેદવારોની આ પ્રથમ યાદીમાં 15 ઉમેદવારો સામાન્ય વર્ગના છે, જ્યારે 24 ઉમેદવારો પછાત, દલિત, આદિવાસી અને લઘુમતી સમુદાયના હતા.

નોંધનીય છેકે, કોંગ્રેસની બીજી યાદીમાં 3 પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રોને ટિકિટ આપી છે. અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને રાજસ્થાનના ઝાલોર અને કમલનાથના પુત્ર નકુલ નાથને મધ્યપ્રદેશના છીંદવાડાથી તો આસામના પૂર્વ સીએમ તરુણ ગોગોઈના પુત્ર ગૌરવ ગોગાઈને ટિકિટ આપી છે