અનુરાગ કશ્યપની મુશ્કેલીમાં થયો વધારો, ગાંધીનગરના સેક્ટર-6 પોલીસ સ્ટેશનમાં દાખલ કરાઈ ફરિયાદ

Gandhinagar: બોલિવૂડ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ ફરી એકવાર વિવાદોમાં ઘેરાયેલા છે. બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ તેમની વાંધાજનક ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. આવી ટિપ્પણીઓ કરવા બદલ લોકો સતત તેમની ટીકા કરી રહ્યા છે. ત્યારે હવે ગાંધીનગરના સેક્ટર-6 પોલીસ સ્ટેશનમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ સતત વિવાદોમાં રહે છે. ત્યારે બ્રાહ્મણ સમાજ વિરુદ્ઘ નિવેદન આપી તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે. અનુરાગ વિરુદ્ધ હવે ગાંધીનગરમાં પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અનુરાગે બ્રહ્મ સમાજ વિરુદ્ધ વાંધાજનક અને અપમાન જનક ટિપ્પણી કરી હતી. જે બાદ સિંગર મનોજ મુન્તાશીર શુક્લાએ તેમને મર્યાદામાં રહેવાની સલાહ આપી હતી. આ બાદ અભિનેત્રી ગેહાના વશિષ્ઠે પણ તેની વિરુદ્ધ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: રાજકોટ SOG ટીમે 24 કિલો ગાંજા સાથે બે વ્યક્તિની કરી ધરપકડ