November 22, 2024

બહુચર માતાજી પર અભદ્ર ટિપ્પણી કરનાર વિરુદ્ધ ફરિયાદ, મહેસાણા પોલીસે કરી અટકાયત

મહેસાણા: સુપ્રસિદ્ધ બહુચરાજી માતાજીનું ધામ ફરી ચર્ચામાં આવ્યું છે. બહુચર માતાજીને લઈને એક શખ્સ દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. જેનો વિડીયો પણ વાયરલ થયો હતો. ત્યારે હવે, બહુચર માતાજી વિશે અભદ્ર ટિપ્પણી કરવા મામલે નવો વળાંક આવ્યો છે. બહુચર માતાજી વિશે અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સ સામે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, બહુચર માતાજી વિષે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરનાર મનસુખ રાઠોડ નામના શખ્સ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર મામલે કડી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે, મનસુખ રાઠોડ નામના શખ્સે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી ઓડિયો વાયરલ કર્યો હતો. કડીના યુવરાસિંહ સોલંકીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદને પગલે મહેસાણા પોલીસ આરોપીની અટકાયત કરી લીધી છે.

મનસુખ રાઠોડ નામના શખ્સના અભદ્ર વાણી વિલાસ અને માં બહુચરના ભક્તોમાં અશોભનીય પોસ્ટને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. મનસુખ રાઠોડ સામે માતાજીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી વીડિયો ક્લિપ બનાવી વાયરલ કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.