July 7, 2024

વિરાટ-અનુષ્કાએ જેમાં રોકાણ કર્યું એ કંપની લાવી રહી છે IPO

Go Digit: ક્રિકેટર અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ જે કંપનીમાં રોકાણ કર્યું છે. એ કંપનીનાં તમને પણ રોકાણ કરવાની તક મળશે. સેબીએ ગો ડિઝિટને ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે IPO ને મંજૂરી આપી દીધી છે. આ કંપનીમાં વિરાટ અને તેમની પત્ની અનુષ્કા શર્માએ રોકાણ કર્યું છે. ગો ડિઝિટ એક જનરલ ઈન્શ્યોરેન્સ કંપની છે. જે લાંબા સમયથી માર્કેટમાં પોતાનો IPO લાવવા માટે પ્રયત્ન કરી રહ્યી હતી. આ પહેલા ઓગસ્ટ 2022માં કંપનીએ સેબી પાસે પોતાની IPO એપ્લીકેશન જમા કરાવી હતી. જે જાન્યુઆરી 2023માં રિજેક્ટ થઈ હતી. હવે આ વર્ષે 4 માર્ચના કંપનીને સેબી તરફથી મંજૂરી મળી ગઈ છે.

કંપની IPO દ્વારા આટલું ભંડોળ એકત્ર કરશે
સેબીમાં સબમિટ કરાયેલા ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ અનુસાર, ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ IPO દ્વારા રૂ. 1250 કરોડના નવા શેર ઇશ્યૂ કરશે. આ સિવાય કંપનીના પ્રમોટર્સ અને શેરધારકો ઓફર ફોર સેલ દ્વારા 10.94 કરોડ રૂપિયાના શેર વેચવા જઈ રહ્યા છે. મહત્વનું છેકે, ફેરફેક્સ ગ્રુપ અને ટીવીએસ કેપિટલ ફંડ્સે પણ ગો ડિજીટમાં રોકાણ કર્યું છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા કંપનીના રોકાણકારો
ગો ડિજિટ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીના મોટા શેરધારકોમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું નામ સામેલ છે. આ પાવર કપલે કંપનીમાં કેટલું રોકાણ કર્યું છે અને કંપનીના કેટલા શેર ધરાવે છે તે હાલ સ્પષ્ટ નથી. કંપનીએ IPO માટે 2022 માં સેબીને પ્રથમ વખત DRHP સબમિટ કર્યું હતું, પરંતુ સેબીના કેટલાક નિયમોનું પાલન ન થવાને કારણે જાન્યુઆરી 2023 માં તેની અરજી નકારી કાઢવામાં આવી હતી. આ બાદ કંપનીએ માહિતી અપડેટ કરી અને એપ્રિલ 2023 માં ફરીથી DRHP ફાઇલ કર્યું.

કંપની શું કરે છે?
ગો ડિજીટ જનરલ ઇન્સ્યોરન્સ એ એક વીમા કંપની છે. જે આરોગ્ય વીમો, મુસાફરી વીમો, મોટર વીમો, મિલકત વીમો જેવા ઘણા ઉત્પાદનોનું વેચાણ કરે છે. કંપની દાવો કરે છે કે તે ભારતની પ્રથમ બિન-જીવન વીમા કંપની છે. જે સંપૂર્ણપણે ક્લાઉડ પર કામ કરે છે. આ વીમા કંપનીએ ઘણા જુદા જુદા ભાગીદારો સાથે મળીને એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ વિકસાવ્યું છે.