News 360
Breaking News

વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે કલેક્ટરે કોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું

હરણી બોટ કાંડ:  વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે કલેક્ટરે કોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું છે. વડોદરા કલેક્ટરે ઘાયલો અને મૃતકોને વળતર મામલે કાર્યવાહી અંગે કોર્ટમાં જાણકારી આપી હતી. મોટર વ્હિકલ એક્ટ 1988 મુજબ વળતર અંગેનું સૂચન કરાયું છે. બોટિંગનું સંચાલન કરનાર મેસર્સ કોટીયા પ્રોજેક્ટે કેટલું વળતર ચૂકવવું તે અંગે રિપોર્ટ સોંપ્યો છે. 12 બાળકો અને 2 શિક્ષણ એમ કુલ 14 મૃતકો અને 2 ઘાયલોને વળતર ચૂકવવા ભલામણ કરવામાં આવી છે.

ભલામણને આધારે વળતર અંગે જવાબ રજૂ કરવા કોટીયા પ્રોજેક્ટ્સે સમય માંગ્યો છે. 17 ફેબ્રુઆરીના વધુ સુનાવણી હાથ ધરાશે.