December 26, 2024

ડાઈને બદલે કોફીનો કરો ઉપયોગ, જાણો કેવી રીતે બનાવશો

Coffee For Grey Hair: આજના સમયમાં મોટા ભાગના લોકોના વાળ નાની ઉંમરમાં સફેદ થઈ જતા હોય છે. આ વાળને છુપાવવા માટે અલગ અલગ પ્રકારના રંગનો ઉપયોગ લોકો કરતા હોય છે. તમારા સફેદવાળ છૂપાવવા માટે તમે ડાઈની જગ્યાએ કોફીનો પણ ઉપયોગ કરી શકો છો. આવો જાણીએ કે વાળને સફેદ થવાથી અટકાવવા માચે તમે કોફીનો ઉપયોગ કેવી રીતે કરી શકશો.

આ પણ વાંચો: ICC Champions Trophy 2025: BCCIએ પાકિસ્તાનની માંગ નકારી કાઢી, આવ્યો નવો વળાંક

કોફી હેર ડાઈ પાવડર કેવી રીતે બનાવવો?
કોફી હેર ડાઈ પાવડર બનાવવા માટે તમારે તવા પર પાણી ગરમ કરવાનું રહેશે. હવે તેમાં 2 ચમચી કોફી ઉમેરો. તેને હવે થોડી વાર ઉકળવા દો. તેમાં તમારે મેંદીનો પાવડર નાખીને મિક્સ કરી લેવાનો રહેશે. આ પછી તમારે તેમાં આમળાનો પાવડર નાંખવાનો રહેશે. તેને આખી રાત પલાડીને રાખો અથવા 4 કલાક સુધી તેને પલાડીને તેનો ઉપયોગ કરો. વાળને ધોઈને તેને હવે લગાવી દો. બ્રશની મદદથી તમારા સફેદ વાળમાં આ લગાવો. ઓછામાં ઓછા 2 કલાક સુધી તેને રાખો.