December 12, 2024

આરોગ્ય વિભાગમાં ચાલતી લાલિયાવાડીની CMOએ લીધી ગંભીર નોંધ

CMO: આરોગ્ય વિભાગમાં ચાલતી લાલિયાવાડીની CMOએ લીધી ગંભીર નોંધ લીધી છે. CMના સલાહકાર હસમુખ અઢિયાએ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આરોગ્ય વિભાગના અગ્રસચિવ, કમિશ્નર સાથે બેઠક કરી વાત કરી હતી. NHMના ડાયરેક્ટર અને PMJAYના તમામ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

આ પણ વાંચો: પોતાને આમ આદમી ગણાવતા કેજરીવાલના “શીશમહેલ” સામે રાજવી પેલેસ ટૂંકો પડે

આરોગ્યની યોજનાના રિપોર્ટ તૈયાર કરવામાં આવે
PMJAY યોજના, RBSK યોજના, 108 સુવિધા બેઠકમાં ચર્ચા થઈ હતી. આરોગ્યની વિવિધ યોજનાના ગોટાળા અંગે રિપોર્ટ તૈયાર કરી CMOમાં આપવામાં આવે. નામો શ્રી યોજના અને હાઈ રિસ્ક પ્રેગનેટ મહિલા અંગેની યોજનાની બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. આરોગ્યની વિવિધ યોજનાના ગોટાળા અંગે રિપોર્ટને તૈયાર કરવામાં આવે અને આ પછી CMOમાં આપવાની સૂચના આપવામાં આવી. પરંતુ આ બધું ખ્યાતિ મોતકાંડની તપાસમાં દિલ્હીની ટીમની એન્ટ્રી થયા બાદ કરવામાં આવ્યું છે.