November 25, 2024

અમરેલીમાં CM પટેલના હસ્તે નવા બસપોર્ટનું લોકાર્પણ, સ્પોર્ટ્સ કોમ્પ્લેકસનું ખાતમુહૂર્ત

અમરેલી: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે એસ. ટી. બસ સ્ટેશન અમરેલી ખાતે નવીન બસપોર્ટ લોકાર્પણ, સ્પોર્ટસ કોમ્પલેક્સ અને રાજમહેલ સહિતના નવીનીકરણના ખાતમુર્હૂતનો ભવ્ય જિલ્લામાં કાર્યક્રમ યોજાયા.

અમરેલી જિલ્લામાં આજે મુખ્યમંત્રી ભુઓએન્દ્ર પટેલ નું અગમન થયું અને જિલ્લામાં વિવિધ નવીનીકરણ કામોના લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતા રાજ્યના વિવિધ વિભાગના રુ. 292 કરોડના 77 વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનાં લોકાર્પણ-ખાતમુર્હૂત કર્યા હતા જેમાં સાંસદ ભરત સુતરિયા, વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા અને જિલ્લાના ધારાસભ્ય સર્વ ઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે પધાર્યા અને અમરેલી જિલ્લાને વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપી. અમરેલી એસ. ટી. બસ સ્ટેશન ખાતે નવીન અદ્યતન સુવિધાસભર બસપોર્ટનું લોકાર્પણ, સ્પોર્ટસ કોમ્પલેક્સ અને રાજમેહલ નવીનીકરણના ખાતમુર્હૂતનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો. જિલ્લામાં રાજ્યના વિવિધ વિભાગના રુ. 292 કરોડના 77 વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનાં લોકાર્પણ-ખાતમુર્હૂત થયા અમરેલી શહેર ખાતે રુ. 42.48 કરોડના ખર્ચે તૈયાર થયેલ સુવિધાસભર નવીન બસપોર્ટનું લોકાર્પણ કરાયું જિલ્લામાં રમતગમતને વધુમાં વધુ પ્રોત્સાહન મળે સાથે વિવિધ સ્પોર્ટસ માટેની ઉત્તમ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે લાલાવદર મુકામે રુ. 13.64 કરોડના ખર્ચે ભવિષ્યમાં નવનિર્મિત થનાર સ્પોર્ટસ કોમ્પલેક્સનું ખાતમુર્હૂત થશે.

અમરેલી શહેરના ઐતિહાસિક ગાયકવાડી સ્થાપત્યનો નમૂનો અને શહેરની શાન ગણાતા એવા રાજમહેલનું રુ. 24.98 કરોડના ખર્ચે નવીનીકરણ થશે, આ કામગીરીનું ખાતમુહૂર્ત-પ્રારંભ મુખ્યમંત્રીના હસ્તે કરાયું શહેરી વિકાસ વિભાગના રુ.90.28 કરોડના ખર્ચે 12 કામો, માર્ગ અને મકાન વિભાગના રુ. 45.81 કરોડના વિવિધ 13 કામો, રૂ. 29.85 કરોડના ખર્ચે ગૃહ વિભાગના 5 કામો, રુ. 27.21 કરોડના ખર્ચે ઊર્જા વિભાગના 3 કામો, રાજ્યના વિવિધ વિભાગનો રુ. 60.86 કરોડના 41 કામો સહિત રુ. 292 કરોડના વિવિધ વિકાસલક્ષી 77 પ્રકલ્પોનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે લોકાર્પણ અને ખાતમુર્હૂત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સાવરકુંડલા બાયપાસ રસ્તા પર પ્રસ્તાવિત રેલ્વે ઓવરબ્રિજનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું.

તેમજ, લીલીયા ગ્રામ પંચાયત કચેરીના જેટીંગ મશીન તથા સાવરકુંડલા તાલુકાના ત્રણ 66 કે. વી. સબ સ્ટેશનનું લોકાર્પણ કરાયું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ રાજુલા સ્થિત તિરંગા ચોક ખાતે ફ્લેગ હોસ્ટિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાંથી ધારી ખાતે નવનિર્મિત ડી. વાય. એસ. પી કચેરી, પોલીસ સ્ટેશન અને ખાંભા પોલીસ ક્વાર્ટરનું લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લાની આગવી ઓળખ એવાં આંબરડી સફારી પાર્કની અને અમરેલીના મોડેલ વિલેજ તરીકે ખ્યાતિ ધરાવતાં દેવરાજીયા ગામની પણ મુલાકાત લીધી હતી અને બાદ રવાના થયા હતા.