YouTuber ‘રણબીર અલ્હાબાદિયા’ વિવાદ પર CM દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?, શિવસેનાએ પણ આપી ચેતવણી

Youtuber Ranveer Allahbadia: ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનનો વિવાદ વધી રહ્યો છે. અલ્હાબાદિયા પર શોમાં અપશબ્દોનો ઉપયોગ કરવાનો અને અશ્લીલતાને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. આ સમગ્ર મુદ્દા પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન પણ સામે આવ્યું છે.
#WATCH | Mumbai: On controversy over YouTuber Ranveer Allahbadia's remarks on a show, Maharashtra CM Devendra Fadnavis says, "I have come to know about it. I have not seen it yet. Things have been said and presented in a wrong way. Everyone has freedom of speech but our freedom… pic.twitter.com/yXKcaWJWDD
— ANI (@ANI) February 10, 2025
યૂટ્યૂબર રણવીરની વિવાદાસ્પદ ટિપ્પણી પર, મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું- “મને તેના વિશે ખબર પડી. મેં હજુ સુધી તે જોયું નથી. વસ્તુઓને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે.” દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું, “દરેક વ્યક્તિને બોલવાની આઝાદી છે, પરંતુ જ્યારે આપણે બીજાની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરીએ છીએ ત્યારે આપણી સ્વતંત્રતા ખતમ થઈ જાય છે. આપણા સમાજમાં, આપણે કેટલાક નિયમો બનાવ્યા છે, જો કોઈ તેનું ઉલ્લંઘન કરે છે તો તે એકદમ ખોટું છે અને તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.
શિવસેનાએ આપી ચેતવણી
બીજી બાજુ, શિવસેનાએ પણ આ સમગ્ર વિવાદ પર રણવીરને ચેતવણી આપી છે. શિવસેનાના નેતા રાજુ વાઘમારેએ કહ્યું, “શિવસેના આ યૂટ્યૂબરને ચેતવણી આપવા માંગે છે કે આપણી માતાઓ અને બહેનોનું આ રીતે અપમાન ન થવું જોઈએ. તેમણે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ ન કરવો જોઈએ. જો તે નહીં માને, તો અમે તેનો શો બંધ કરવાનો પ્રયાસ કરીશું અને તેને ફરીથી આવા નિવેદનો આપતા કાયદેસર રીતે રોકવાનો પણ પ્રયાસ કરીશું.”
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર નીલોપ્તલ મૃણાલે સમય રૈના અને રણવીર અલ્હાબાદિયા વિરુદ્ધ ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ સાથે, NHRC સભ્ય પ્રિયંક કાનુન્ગોએ YouTubeના જાહેર નીતિ વડા મીરા ચેટને પત્ર લખીને “YouTube પરથી સંબંધિત ઘટના/વિડિયો દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવા” નિર્દેશ આપ્યો છે.