CM ભૂપેન્દ્ર પટેલ 7 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં લગાવશે આસ્થાની ડૂબકી

Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે શુક્રવાર તા. 7મી ફેબ્રુઆરીએ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, તેઓ આવતીકાલે શુક્રવારે બપોરે 12:30 કલાકે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે.
મળતી માહિતી અનુસાર દૂર-દૂરથી લોકો પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભના મેળામાં સ્નાન કરવા આવી રહ્યા છે. ત્યારે હવે ગુજરાતના મુખ્યમંત્રી પણ પ્રયાગરાજની મુલાકાત જશે. તેઓ સવારે 9:30 કલાકે પ્રયાગરાજ પહોંચીને બડે હનુમાનજી મંદિરના દર્શન-પૂજન પણ કરશે. જે બાદ તેઓ કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. મુખ્યમંત્રી પ્રયાગરાજના પ્રવાસ દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત કરશે અને સાંજે ગાંધીનગર પરત આવશે.
આ પણ વાંચો: ટ્રાફિકનો નિયમ તોડે જનતા અને કરોડપતિ બને ટ્રાફિક પોલીસ, આંકડા જોશો તો ચોંકી જશો!
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની મુલાકાત લીધી હતી અને સંગમમાં ડૂબકી લગાવી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ માતા ગંગાની પૂજા કરી હતી. આ વિસ્તારમાં તેમની સુરક્ષા માટે ખાસ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.