CM ભૂપેન્દ્ર પટેલે મા અંબાના દર્શન કર્યા, રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધા કાર્યક્રમમાં ભાગ લીધો

બનાસકાંઠા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતે મા અંબાના દર્શન કર્યા હતા. મા અંબાના ચરણોમાં માથું નમાવી રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ અંબાજી મંદિર ખાતે વિધિ-વિધાનપૂર્વક પૂજન-અર્ચન કર્યું હતું.

આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજીના પ્રવાસે છે. ત્યારે તેમણે રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે જણાવ્યું કે, નારી શક્તિ કેવી રીતે આગળ આવી શકે તેના માટેના પ્રયત્ન PM કરી રહ્યા છે. અંબાજી તીર્થ એ આદિવાસી બંધુઓની ભૂમિ છે.

યાત્રાધામ અંબાજી ખાતે મુખ્યમંત્રીએ તિરંદાઝી સ્પર્ધામાં ભાગ લીધો હતો. તીરંદાજીની સ્પર્ધા બાદ મુખ્યમંત્રીએ જિલ્લાને 25 એમ્બયુલેન્સ ભેટ આપી હતી. ફોર્સ કંપની 25 જેટલી નવીન એમ્બયુલન્સ બનાસકાંઠા જિલ્લાને ભેટ આપી છે. આ સ્પર્ધામાં રૂપિયા 41.50 લાખના ઇનામોનું વિતરણ કરવામાં આવશે.