November 22, 2024

વર્ગ-4 ના કર્મચારીઓને મળી દિવાળીની ભેટ, ચૂકવાશે 7000 સુધીનું બોનસ

ગાંધીનગર: દિવાળીને લઈને સરકારી વિભાગોમાં કામ કરતાં વર્ગ 4ના કર્મચારીઓ છેલ્લા કેટલાય સમયથી દિવાળી બોનસની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે, હવે રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરીને વર્ગ-4ના કર્મચારીઓને બોનસ આપવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-4ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા 7000 હજારની મર્યાદામાં એડહોક બોનસ વર્ગ-4ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે. સરકારની જાહેરાત મુજબ વર્ગ-4ના અંદાજે 17,700 થી વધુ કર્મચારીઓને રૂ. 7000ની મહત્તમ મર્યાદામાં બોનસનો લાભ મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના નાણાં વિભાગને વર્ગ-4ના કર્મચારીઓને 7000 હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવા અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.